એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ|Ek Bharat Shreshtha Bharat Essay in Gujarati

Ek Bharat Shreshtha Bharat Essay in Gujarati: આપણું ભારત શ્રેષ્ઠ છે, ભારતને વિશ્વગુરુ પણ કહેવામાં આવે છે. આપણો દેશ દુનિયામાં એક અલગ ઓળખ બનાવી રહ્યો છે, જેથી દરેક વ્યક્તિ ભારતને જાણે. આપણા ભારતના અન્ય રાજ્યોની સંસ્કૃતિ અને વારસાને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા એક નવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે.

આ ૫હેલ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત. અહી આજે આ૫ણે એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ લેખન સ્વરૂપે જાણીશુ. જે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉ૫યોગી બનશે.

એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ 200 શબ્દો (Ek Bharat Shreshtha Bharat Essay in Gujarati)

દેશને એકતાના દોરમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ પર દેશના વડાપ્રધાને એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત. આપણે સૌ જાણીએ જ છીએ કે આપણો ભારત દેશ મહાન વિચારો ધરાવતો દેશ છે, ભારતને વિશ્વગુરુ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતની સંસ્કૃતિ આપણા દેશ અને વિદેશની બહાર પણ જાણીતી છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત, આ થીમનો ઉદ્દેશ પ્રવર્તમાન સંસ્કૃતિ દ્વારા લોકોમાં એકતાની ભાવના પેદા કરવાનો છે અને સાથે જ લોકોને દેશને મજબૂત આર્થિક સ્વરૂપ આપવા માટે પ્રેરણા આપવાનો છે જેથી આપણો દેશ ફરી એકવાર સોનાની ચીડીયા બની શકે.

Must Read : જન્માષ્ટમી નિબંધ

આપણો દેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને એકતા માટે જાણીતો છે. પરંતુ હજુ ૫ણ આ૫ણે એ વાત ઘણીવાર કહેતા હોઇએ જ છીએ કે લોકોને એક થવાની જરૂર છે અને ખરેખર હજુ વઘારે એકતા કેળવવાની જરૂરીયાત પણ છે. જા૫ના જેવા દેશને બીજા વિશ્વ યુઘ્ઘમાં મોટાપાયે નુકશાન ૫હોચેેલ હોવા છતાં આજે તે સૌથી વિકસીત દેશોમાં સમાવેશ પામ્યો છે એના પાછળનું મુળ કારણ દેશના લોકોની રાષ્ટ્રભાવના અને એકતા જ છે. આ૫ણા દેશની સામાજિક અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ પહેલ હંમેશા ઉપયોગી સાબિત થશે.

એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ
એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઇ આ૫ણા દેશ માટે તેમના યોગદાનના આધારે આ પહેલ લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના વિભિન્ન ભાગોમાં દેશના વારસાને પ્રોત્સાહન આપવા અને તેમના સંરક્ષણ માટે કામ કરવાનો છે.

દેશની સ્થાનિક સંસ્કૃતિ, વારસોને દેશના અન્ય ભાગોમાં લોકપ્રિય બનાવવાનો છે.. આ પહેલ એક રાજ્યને અન્ય રાજ્યો સાથે સામાજિક રીતે જોડાયેલ રાખશે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને અન્ય દેશોને ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષવાનો પણ છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત પર નિબંધ- 800 શબ્દો(Ek Bharat Shreshtha Bharat Essay in Gujarati)

પ્રસ્તાવના:

કોઈપણ રાષ્ટ્ર માટે સૌથી મહત્વની બાબત તે દેશની ઓળખ અને તે દેશની સમૃદ્ધિ છે. આપણો ભારત દેશ પણ એકજૂથ છે અને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. આપણા દેશમાં વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો વસે છે, તેમ છતાં આપણા દેશના લોકોમાં એકબીજા પ્રત્યે એકતા અને આદરની ભાવના છે.

Must Read : હર ઘર તિરંગા અભિયાન નિબંધ

દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આ પહેલ લાગુ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં લોકોની એકતા જળવાઈ રહે અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વારસાને વિશેષ ઓળખ અપાવવાનો છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત- સરકારની એક પહેલ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાને એક પહેલ તરીકે લાગુ કરી છે. આ પહેલ 31 ઓકટોબર 2015ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ પર શરૂ કરવામાં આવી હતી. જો આ પહેલના હેતુ પર નજર કરીએ તો તેનો ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકોને એક જૂથમાં બનાવવાનો તથા લોકોમાં એકતા અને ભાવના જાગૃત કરવાનો છે.

આ પહેલની ઘોષણા વખતે માન. વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે આ એક એવી પહેલ છે જે લોકોને એકબીજા સાથે જોડશે. તેમજ આ પહેલ દ્વારા દેશના રાજય-રાજ્ય વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવામાં આવશે.

Must Read : રક્ષાબંધન વિશે નિબંધ

એક ભારત શ્રેષ્ઠ ભારત સંબંધિત કેટલાક તથ્યો

આ પહેલ/યોજનાના કેટલાક ઉદ્દેશ્યો પણ નક્કી કરવામાં આવ્યા છે. ભારત દેશ ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ઘણો મોટો અને વિશાળ છે. આ કારણોસર, આ યોજનાના કેટલાક મુદ્દાઓ પૂર્વ-નિર્ધારિત છે, જે નીચે મુજબ છે:

  • આ યોજના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર લાગુ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં સામાજિક અને ધાર્મિક એકતા જાળવી રાખવાનો છે. આ સાથે દેશના વિવિધ ભાગોની વિરાસત અને વિવિધ રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને પણ પ્રોત્સાહન આપવાનું છે.
  • આ યોજનાનો એક ઉદ્દેશ્ય એ છે કે લોકો એક બીજા રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન મેળવે જેથી તેઓ દેશની વિવિધ સંસ્કૃતિઓને સમજી શકે.
  • આપણા દેશની વિશેષતા “અખંડિતતામાં એકતા” છે. આ મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ પહેલ અમલમાં મુકવામાં આવી છે. આ ૫હેલમાં સરકાર દ્વારા સમગ્ર દેશમાં સૌહાર્દ અને એકતા મજબૂત થાય તે માટે લોકોને દેશના તમામ રાજ્યો સંસ્કૃતિ અને કલા વિશે માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે..
  • આ એક એવો પ્રયાસ છે, જેના દ્વારા સમગ્ર દેશને એકબીજા સાથે જોડવાનો છે.
  • વડા પ્રધાને સામાન્ય જનતાને તેમના મંતવ્યો અને સૂચનો સરકારી પોર્ટલ ‘MYGOV.in’ દ્વારા આપવા વિનંતી કરી છે. તેમણે આ કાર્યક્રમનું માળખું સૂચવવા અને જનતાની ભાગીદારી વધારવા માટે પણ અનુરોધ કર્યો છે.

Must Read : સ્વચ્છતા નિબંધ ગુજરાતી

લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના :

આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી મહાન ગણાય છે. વિશ્વમાં ભારતને વિશ્વગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતનો ઈતિહાસ પણ ઘણો પ્રાચીન માનવામાં આવે છે. કહેવાય છે કે માણસની ઉત્પત્તિ પણ આ જ દેશમાંથી થઈ હતી. આપણો દેશ અખંડિતતામાં એકતાનું પ્રતિક છે, આ આપણા દેશની વિશેષતા છે, તેથી જ આપણો દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત કહેવાય છે.

દેશમાં લાગુ કરાયેલી આ પહેલ હેઠળ દેશના અન્ય રાજ્યોને પરંપરાગત અને સામાજિક સ્તરે એકબીજા સાથે જોડવાના છે. આ રીતે આપણે એટલે કે દેશના નાગરિકો અને દેશની સરકાર એકબીજાના રાજ્યો, વારસા અને સંસ્કૃતિને લોકપ્રિય બનાવી શકીશું. જેથી અન્ય રાજ્યોના સંગીત, તહેવારો અને વારસાને એકીકૃત કરી શકાશે.

ઉ૫સંહાર:-

એક ભારત શ્રેષ્ઠ ભારત એક એવી ૫હેલ છે જે દેશના લોકોમાં એકતાની ભાવનાને વઘુ મજબુત કરવામાં સફળ સાબિત થશે. આ માટે માત્ર સરકાર જ પ્રયત્નો કરે એટલુ જ પુરતુ નથી. આ૫ણે સૌ ૫ણ માન. વડાપ્રઘાનશ્રી દ્વારા સેવવામાં આવેલ એકતાના સ૫નાને સાકાર કરવામાં ફાળો આ૫વો ૫ડશે. બઘા રાજયોની સરકારોઓએ ૫ણ આ યોજનામાં ફાળો આ૫વો ૫ડશે તો આ૫ણુ એક ભારત શ્રેષ્ઠ ભારત નું સ૫નું સાકાર કરી શકીશુ.

Leave a Comment