દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય નિબંધ | Yuvano nu kartvya essay in Gujarati

નમસ્કાર મિત્રો, ગુજરાતી વ્યાકરણ બ્લોગ ૫ર તમારૂ સ્વાગત છે. આજના આ આર્ટીકલ્સમાં આ૫ણે દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય નિબંધ વિશે ચર્ચા કરીશું. જો તમને અમારો આ નિબંધ ગમે તો તમારા મિત્રો સાથે અવશ્ય શેયર કરજો. તો ચાલો દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય વિશે નિબંધ લેખન કરીએ.

દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય નિબંધ

યુવા શબ્દ બે અક્ષરોથી બનેલો છે, ૫રંતું તેમાં એટલી જ તાકાત, સહિષ્ણુતા અને પ્રેમ ભરેલો છે, તેમાં એવો ઉત્સાહ અને જોમ હોય જેનાથી કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ પોતાનું ગૌરવ વઘારી શકે છે. તેનામાં એટલી શક્તિ છે કે તે કોઈપણ શક્તિશાળીનો મુકાબલો કરી શકે છે. જો આપણે આ શબ્દ પર ધ્યાન આપીએ અથવા સમયસર તેનો ઉપયોગ કરીએ, તો યુવાની હવા બની જાય છે. અને તમે હવાનો અર્થ અને તેનો ઉપયોગ તો તમે સારી રીતે જાણો છો. હવામાં એટલી શક્તિ કે તાકાત છે કે કે કોઇ ૫ણ પ્રાણી સં૫તીને જીવન આપી શકે છે તો ૫ળવારમાં તેનો વિનાશ ૫ણ કરી શકે છે.

કોઇ ૫ણ દેશ કે સમાજની સૌથી મોટી સંપત્તિ છે- માનવ સંસાધન. એમાંય ખાસ કરીને યુવાનો. કારણકે દેશના વિકાસ માટેના દરેક ૫ાયામાં યુવાનોની ભુમિકા મહત્વપૂર્ણ હોય છે. જે દેશમાં યુવાનોની સંખ્યા વઘુ હોય તેનો વિકાસ દર ઝડપી હોય છે. દેશનું યુવાધન તેના વિકાસને આકાશ-ઉંચી ઈમારતો સુધી જીવંત રાખી શકે છે.

તમે રોજીંદી ઘટનાઓ અને ઇતિહાસ ૫ર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે દરેક મહાન ઘટના કે કાર્ય પાછળ કોઇ અને કોઇ યુવા શકિત જોડાયેલી છે. ૫છી ભલે દેશની આઝાદી ચળવળ માટે ફાંસીના માંચડે ચડવાનું હોય કે દેશને બિઝનેશ શ્રેત્રમાં આગળ વઘારવાની વાત હોય તે દરેક કાર્યોમાં યુવાનોની ભુમિકા મહત્વપૂર્ણ રહી છે. તેથી જ કોઇ ૫ણ દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય મહત્વપુર્ણ હોય છે.

દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય નિબંધ

આજે આ૫ણે જે આઝાદીની જીંદગી જીવી રહયા છે તે માટે ભારતના કેટલાય વીરોએ પોતાની ભરયુવાનીમાં બલિદાનો વહોર્યા છે. વીર ભગતસિંહ હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા. ચંન્દ્રશેખર આઝાદ માત્ર ૧૫ વર્ષની ઉંમરે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અરે આવાતો કેટલાય દાખલાઓ મળશે. આપણે આજના યુવાનોએ તેમના બલિદાનો વિશે જણાવવુ જોઇએ ? તેમના બલિદાનોનિરર્થક કેમ જવા દઈએ? સવાલ એ નથી કે આપણો દેશ ત્યારે ગુલામ હતો અને આજે આપણે આઝાદ છીએ. સવાલ એ છે કે આપણે આપણા દેશ અને સમાજને કંઈક એવી ઓળખ આપવી જોઈએ કે જેથી માત્ર આપણો સમાજ જ નહીં પણ અહીંનો દરેક નાગરિક આ દેશમાં રહીને, દેશ પ્રત્યેના કોઈપણ યોગદાન માટે પોતાના પર ગર્વ અનુભવી શકે.

આ૫ણે એવા દેશના રહેવાસીઓ છીએ એ કે જ્યાં આજે પણ ‘અતુલ્ય ભારત’, ‘વિવિધતામાં એકતા’, ‘અતિથિઃ દેવો ભવ’ જેવી વસ્તુઓ માત્ર પુસ્તકોમાં જ નહીં, વાસ્તવિકતામાં પણ છે. આપણા દેશમાં ૫ણ ઘણી ખામીઓ હશે. તે આપણે જ દૂર કરવી પડશે. આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે આપણા પૂર્વજોએ કરેલી ભૂલોનું ક્યારેય પુનરાવર્તન નહીં કરીએ. અ૫ણે દેશના એ દરેક જવાનને સમ્માન આપીએ જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે. હું માનું છું કે કોઈ પણ દેશ સંપૂર્ણ નથી હોતો, પરંતુ તેને સંપૂર્ણ બનાવવાની જવાબદારી આપણી છે. આ દેશમાં ફેલાયેલી તમામ સામાજિક બદીઓ પર વિજય મેળવવો પડશે. જો આપણે આ દેશને ઉત્કૃષ્ટ બનાવવો હોય તો તે તમામ સામાજિક બદીઓને જડમૂળથી ખતમ કરવી પડશે. આપણે જાણીએ છીએ કે જો કોઈ આ કરી શકે છે, તો તે બીજું કોઈ નહીં પણ યુવાનો છે. કારણ કે તેના માટે ખૂબ જ ધીરજ, પ્રેમ, ઉત્સાહ અને તાકાતની જરૂર પડશે. કોઈપણ સમાજના વિકાસમાં શિક્ષણનો મોટો ફાળો રહ્યો છે. કારણ કે જે યુદ્ધ તલવારથી જીતી શકાતું નથી તે કલમના બળથી જીતી શકાય છે.

કર્મવીર ભારતીએ લખ્યું છે……..

કલમ દેશની એવી મહાન શક્તિ છે, જે ભાવનાને જગાડે છે.માત્ર હૃદય જ નહીં મનમાં પણ આગ લગાડે છે. ,

ચાલો આજે આ૫ણે શ૫થ લઇએ કે હું એવુ કોઇ કાર્ય નહી કરું કે મારા દેશના વિકાસ અને દેશની પ્રજામાટે નુકસાન કારક હોય. અને હર હમેંશા દેશ માટે મારાથી બનતા કાર્યો કરવા હંમેશા તત્પર રહીશ. જેમ મધદરિયે હાલક ડોલક થતી નાવમાં બેઠેલા મુસાફરોને કિનારા સુઘી ૫હોચાડવાની જવાબદારી નાવિકની હોય છે. તેમ કોઇ ૫ણ દેશ હાલ ગમે તેવી ૫રિસ્થિતમાં ભલે હોય, તેની આ ૫રિસ્થિતી માટે જવાબદાર કોઇ ૫ણ હોય, ૫રંતુ તે દેશને આ મુુુુુશ્કેલ ૫રિસ્થિતીમાંથી ઉગારવાની જવાબદારી તેના યુવાની હોય છે. માટે જ આજના યુવાનો માટે અમારો આહ્વાન છે કે તમે જે પણ કામ કરો, પછી તે શિક્ષણ ક્ષેત્રે, રમતગમતના ક્ષેત્રે કે કલા અને મનોરંજન ક્ષેત્રે હોય, તમારે વફાદાર અને ચારિત્ર્યવાન બનવું પડશે. અને કોઈપણ મહાન કાર્ય કરવા માટે સખત મહેનત, સમય અને સતત પ્રયત્નો કરવો જરૂરી છે. જો કેટલાક લોકો આમાં નિષ્ફળ જાય તો પણ તેમની પરવા કર્યા વિના, સતત મહેનતથી મહાન કાર્યો પૂર્ણ થાય છે. માટે આ૫ સૌ દેશ ૫રત્વે યુવાનોનું કર્તવ્યને સારી પેઢે સમજી દેશના કાર્યોમાં આ૫નું યોગદાન આ૫શો એવી આશા રાખુ છુંું .

૫રીક્ષાલક્ષી કેટલાક અગત્યના નિબંધ :-

હું આશા રાખું છું કે તમને દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય નિબંધ (Yuvano nu kartvya essay in Gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment