શિયાળાની સવાર નિબંધ Std 5,6,7,8,9,10, 11,12

શિયાળાની સવાર નિબંધ- શિયાળાની સવાર શબ્દ સાંભળતાની સાથે શિયાળાની લાલ ગુલાબી ઠંડી યાદ આવી જાય છે. ભલે ગમે તેવી ઠંડી હોય પરંતુ ઉનાળાની કાળજાળ ગરમીના દિવસો યાદ કરીએ તો શિયાળો લાખ ગણો સારો લાગે છે. તો ચાલો મિત્રો આ આજે આપણે શિયાળાની સવાર નિબંધ લેખન સ્વરૂપે જોઇએ. શિયાળાની સવાર વિશેનો આ નિબંધ std ,5,6,7, 8, 9, 10,11, 12 ધોરણના વિધાર્થીઓ માટે ઉપયોગી બનશે

શિયાળાની સવાર નિબંધ std 5, 6, 7, 8, 9, 10,11, 12

કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે કંઇક આગવી ઓળખ ધરાવે જ છે. પરંતુ શિયાળાની સવારની આહલાદકતાની વાત જ કંઇક જુદી છે. શિયાળાની સવારની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા મનમોહક હોય છે. આખી રાત શિયાળાની કડકડતી ઠંડીમાં ટુટીયુ વાળીને ઉઘેલો માનવી જયારે જાગે છે તો એ સુર્યના સોનેરી કીરણોનો ચાતકની જેમ ઇંતજાર કરતો હોય છે.

સુર્યના સોનીરી કિરણો શરીર પર પડતાની સાથે જ જાણે નવુ જોમ, નવી તાજગીનો અહેસાસ થાય છે. કયારેક કયારેક તો વિચાર આવે છે કે, ઉનાળામાં શરીરીની ચામડીને બાળીને ભસ્મ કરી દેતા આ સુર્ય કિરણો શિયાળામાં આટલા કોમળ કઇ રીતે બની જાય છે ? કદાચ સુર્ય દેવને પણ શિયાળાની સવાર ગમતી હશે એટલે જ તે શિયાળામાં ખૂબ જ પ્રસન્ન થઇને આખા સંસારમાંને સોનેરી કિરણોની રોશનીથી ભરી દે છે.

શિયાળાની આ તાજગી માત્ર માનવને જ અસર નથી કરતી. પ્રકૃતિ પણ જાણે આ ક્ષણનો બેશબરીથી ઇંતજાર કરી રહી હોય એમ ખીલી ઉઠે છે. વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો પણ જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે, ફૂલ અને વેલાઓ આનંદથી ઝૂમવા લાગે છે. વનસ્પતિના પાંદડા પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકવા લાગે છે. માળામાં ભરાઇ લપાઇને બેઠેલા પક્ષીઓ જાગી ઊઠે છે અને પોતાના મધુર આવજમાં મીઠાં ગીતો ગાઈ શિયાળાની ઊગતી પરોઢનું સ્વાગત કરે છે. (પક્ષીઓ ના નામ (Birds Name in Gujarati)

શિયાળાની સવાર નિબંધ
શિયાળાની સવાર નિબંધ

શિયાળાની સવારમાં શહેર અને ગામડાના વાતાવરણ તથા જીવનશૈલીમાં ધણો તફાવત જોવા મળે છે. ગામડાના લોકો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વહેલા ઉઠી જાય છે. પશુપાલકો વહેલી સવારે ઉઠી પોતાના પશુઓને ચારો નાખે છે તથા દુધ દોય છે. મહિલાઓ પોતાનુ રોજીંદુ કામ પતાવી ખેતરે ભાતુ લઇ જવાની તૈયારી કરે છે. તો કેટલીક જગ્યાએ ધમર વલોણાનો નાદ સંભળાય છે.

ખેેેેેડૂતો વહેલા ઉઠી ગાડુ બળદ જોડી ખેતરમાં કામ અર્થે નિકળી જાય છે. બળદના ગળે બાંંધેલા ધુધરાના અવાજથી સમગ્ર વાતાવરણમાં એક મધુર ધ્વનીનો સંચાર થાય છે. મંદીરમાં થતી સવારની આરતીનો રણકાર, કોઇક જગ્યાએથી પ્રભાતિયા, ભજનોનો સુરીલો નાદ વાતાવરણને ભકતિમય બનાવી દે છે. વૃધ્ધો બહારના ભાગે ચોગાનમાં તાપણા કરે છે કયારેક કયારેક આ તાપણાનો ધરના બીજા સભ્યો પણ લાભ લઇ લે છે અને પછી અલક-મલકની વાતો થાય છે.

શહેરમાં કંઇક અલગ જ વાતાવરણ જોવા મળે છે. કેટલાક લોકો વહેલા ઉઠી કસરત કરતા કે વાકીંગ કરતા જોતા મળે છે. સવારમાં શેરી શેરીએ દુધવાળા, પેપરવાળા, શાકવાળાની બૂમો સંભળાય છે. મજુરો અને ધંધાર્થીઓ વહેલા ઉઠી કડકડતી ઠંડીની પરવા કર્યા વિના પોત-પોતાના કામે નિકળી જાય છે. તો વળી કેટલાક સુર્ય વંશીઓ સવારે સુરજ માથે આવે ત્યાં સુધી રજાઇ ઓઢીને પોઢે છેે, એમના માટે શિયાળાની સવારની આ તાજગીનો જાણે કોઇ જ સબંધ નથી.

શિયાળાનો સમય પ્રવાસ માટે અનુકુળ સમય ગણાય છે એટલે જ મોટાભાગના પ્રવાસનું આયોજન શિયાળાની ઋતુમાં જ કરવામાં આવે છે. અરે શાળા કોલેજોમાં પણ વિધાર્થીઓના પ્રવાસનું આયોજન શિયાળામાં જ થાય છે. ભારતના કેટલાક પ્રવાસન સ્થળો જેવા કે શિમલા, મસુરી વગેરે તો જાણે બરફની ચાદર ઓઢી લે છે. તોય ત્યાં પણ લોકોની ભીડ જામે છે.

શિયાળામાં માનવીની સાથે જાણે વનસ્પતિઓમાં પણ નવુ જોમ આવી જાય છે. વૃક્ષો પર નવા ફુલો આવે છે. બાગ-બગીજા નવા ફુલોની મહેકથી ખીલી ઉઠે છે. શિયાળાની ઋતુમાં આપણને બજારમા તાજા ફળો અને શાકભાજી સરળતાથી મળી રહે છે. એટલે જ શિયાળો સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. આપણે પણ આ તાજા ફળો ખાવાનો લ્હાવો ચૂકવુ ના જોઇએ.

શિયાળામાં રાત લાંબી અને દિવસ ટુંંકો થાય છે. આટલી લાંબી રાત્રી અને એમાંય શિયાળાની કડકડતી ઠંડી, શુ પરિસ્થિતી થાય એની વાત જવાદો, ઉઠતાની સાથે જ કડકડતી ભૂખ લાગે છે. એટલે તો શિયાળાની સવારમાં નાસ્તાની લારીઓ પર ભીડ જામે છે. સુરતનો લોચો, ઉધીયુ, પોક ….. અરે આ બધાનું નામ જ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી ગયુ. કેટલાક લોકો શિયાળામાં વિવિધ પ્રકારના બંધાણ (ચોપચેણી, ટોપરાપાક, આદુપાક, બદામ, ગુંદ) બાંધે છે. એમ કહેવાય છે કે શિયાળામાં આ બધુ ખાવાથી આખા વર્ષ દરમિયાન શરીરી સારૂ રહે છે અને કોઇ બિમારી આવતી નથી.

શિયાળાની સવાર નિબંધ
શિયાળાની સવાર નિબંધ

શિયાળાની સવારની તાજગીની તો ધણી વાતો થઇ ગઇ, પણ શિયાળાની કડકડતી ઠંડીને કેમ ભુલાય. ઠંડીની વાત આવે એટલે વ્હેલી સવારની સ્કુલ યાદ આવી જાય. મમ્મી દસ વાર બુમો પાડે કે પાણી ગરમ થઇ ગયુ છે ન્હાઇ લે તોય બાથરૂમ તરફ જવાની ઈચ્છા ના થાય એનું નામ શિયાળો. શિયાળાની સવારમાં દર શનવારે અમારા સાહેબ આ પ્રશ્ન અવશ્ય પુછતા – કેટલા જણ આજે ન્હાઇને નથી આવ્યા? બસ આ માટે આંગણી ઉચી ના કરવી પડે એના માટે પણ અમુકવાર ન્હાવુ પડતુ. કેટલાક વિધાર્થીઓ સુંગધિત સેન્ટ છાંટીને આવે તો બધાને પર ખાસ શંંકા જતી કે આજે એ ન્હાઇને નથી આવ્યો, ખરૂને ? જો તમે પણ આવો અખતરો કર્યો હોય તો કોમેન્ટ કરવાનુ ભૂલતા નહી.

આમ, શિયાળાની સવાર એ માનવજીવનમાં નવી તાજગી અને ઉસ્મા લઇને આવે છે. એટલે ભલે ઠંડી હોય તો પણ શિયાળો મારી પ્રિય ઋતુ છે.

ખાસ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને શિયાળાની સવાર નિબંધ std 5,6,7,8,9,10, 11,12 ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

Leave a Comment