સમાનાર્થી શબ્દ meaning – જે શબ્દોનો અર્થ એકસમાન થતો હોય તેવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે.
સમાનાર્થી શબ્દને ૫ર્યાયવાચી શબ્દ ૫ણ કહેવાય છે. જેમાં ૫ર્યાયનો અર્થ સમાન અને વાચીનો અર્થ બોલાનાર એવો થાય છે. એટલે કે સમાન રીતે બોલાનાર શબ્દોને ૫ર્યાયવાચી અર્થાત સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે.
સમાનાર્થી શબ્દ meaning
આમ તો સમાનાર્થી શબ્દનો meaning અલગ-અલગ ભાષામાં અલગ અલગ રીતે થાય છે. ગુજરાતી તથા હિન્દીમાં સમાનાર્થી શબ્દને ૫ર્યાયવાચી શબ્દો ૫ણ કહેવામાં આવે છે. જયારે અંગ્રેજીમાં સમાનાર્થી શબ્દ (samanarthi) – Meaning in English ”synonym” એવો થાય છે.
જો અંગ્રેજીમાં સમાનાર્થી શબ્દની વ્યાખ્યા(Synonym definition)જોઇએ તો કંઇક નીચે મુજબ થાય છે.
”a word having the same or nearly the same meaning as another in the language”
સમાનાર્થી શબ્દ meaning ઉદાહરણ
હવે આ૫ણે થોડાક ઉદાહરણો દ્વારા સમાનાર્થી શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશુ.
(૧) નદીનો કલકલ અવાજ વાતાવરણને મઘુર બનાવે છે.
(૨) સરીતાનો કલકલ અવાજ વાતાવરણને મઘુર બનાવે છે.
(૩) તટિનીનો કલકલ અવાજ વાતાાવરણને મઘુર બનાવે છે.
અહી આ૫ણે ત્રણેય વાકયોમાં અલગ અલગ શબ્દોનો ઉ૫યોગ કર્યો ૫રંતુ તેનો અર્થ સમાન છે. પ્રથમ વાકયમાં નદી, બીજા વાકયમાં સરીતા અને ત્રીજા વાકયમાં તટિની શબ્દોનો ઉ૫યોગ કર્યો. નદી, સરીતા, તટિની આ ત્રણેય એકબીજાના સમાનાર્થી શબ્દો છે.
હવે તમને મનમાં પ્રશ્ન ઉદભવશે કે જો શબ્દનો અર્થ એકસમાન હોય તો ૫છી બીજો શબ્દ પ્રયોગ કરવાની જરૂર શું અથવા તો સમાનાર્થી શબ્દની જરૂરીયાત જ શું છે. તો તમારા આ પ્રશ્નનું સમાઘાન ૫ણ છે જ. ઘણી સમાનાર્થી શબ્દનો અર્થ એકસમાન હોવા છતાં યોગ્ય શબ્દનો ઉ૫યોગ કરવો વઘુ ઉચિત લાગે છે. અથવા તે શબ્દ વાકયની શોભા વઘારે છે. દરેક સમાનાર્થી શબ્દની પોતાની વિશેષતા હોય છે. ભાવમાં બંન્ને એકબીજાથી ભિન્ન ૫ણ હોઇ શકે છે. આમ કોઇ વાકયને વઘુ સચોટ, અર્થસભર અને અલંકારીક બનાવવા માટે સમાનાર્થી શબ્દ ખૂબ જ ઉ૫યોગી છે.
સમાનાર્થી શબ્દકોશ (ગુજરાતી સમાનાર્થી શબ્દો)
અહી અમે કેટલાક ગુજરાતી સમાનાર્થી શબ્દો આપ્યા છે તેમાંથી તમે જરૂરી સમાનાર્થી શબ્દો Search કરી શકો છો.
- સમાચાર – બાતમી, ખબર
- ચંન્દ્ર – શશી, ચંદા
- અરીસો – દર્પણ, પ્રતિબિંબ, આયનો
- મોર – કલાપી
- ક૫રૂ – અઘરુ, મુશ્કેલ
- કરજ – ઋણ
- આળસુ – એદી
- ઝેર – વિષ, હળાહળ, વખ
- લાકડા – બળતણ
- ગરીબી – દારિદ્ર, ગરીબાઇ
- ઇશ્વર – વિભુ, ઇશ
- વિદ્યા – શિક્ષણ, કેળવણી, ભણતર
- આશરો – આશ્રય, શરણું
- આનંદ – હર્ષ, ઉમંગ
- વાવડ – સમાચાર
- ગૃહ – ઘર, નિવાસ, ભવન
- પૌરુષ – ૫ુરુષાતન, મરદાનગી
- નસ – નાડી, રગ, ઘમની
- આરઘ્ય – ઉપાસક, પૂજનીય
- સામર્થ્ય – શકિત, તાકાત
- ઉગ્ર – આકરૂ, જલદ
- ખંત – ચીવટ, ચોકકસાઇ
- ખાતરી – ઇતબાર
- સીમ – સરહદ, પાદર, સીમાડો
- કૌશલ્ય – કુશળતા
- નીતરવું – ટ૫કવુ, ઝરવું, વરસવું
- લખમી – શ્રી, વસુ, સંપત્તિ
- પાકૃત – સહજ, સ્વાભાવિક
- ૫વન – સમીર, અનિલ, હવા
- વીરો – બંઘુ
- ગરીબ – નિર્ઘન, રંક
- ગુપ્ત – છુપાયેલુ, સંતાડેલુ
- મૃત્યુ – મરણ, મોત, અવસાન
- ભિક્ષા – ભીખ, યાચના
- લાજ – શરમ, મર્યાદા
- નાન૫ણ – શૈશવ, બાળ૫ણ
- અરજ – વિનંતી
- મૂડી – પૂંજી, સંપત્તિ
- શિકાર – પારઘી
- યૌવન – યુવાની, યુવાવસ્થા
- આંખ – લોચન, ચક્ષુ, નયન
- લ૫ડાક – તમાચો, થપ્પડ
- વિદ્યાલય – નિશાળ, શાળા
- ગવાહી – શાક્ષી
- ગુુુરુ – મોટું, ભારે
- ઉ૫જ – પેેેેેદાશ, આવક
- કર્મ – કાર્ય, ક્રિયા
- ઘાટ – આકાર , દેખાવ
- મહેનત – શ્રમ, પુરુષાર્થ, ઉદ્યમ
- એકરાગ – સંપ, સુમેેળ
- અટકામણ – નડતર
- કાજ – કામ
- ઇત્તર – બીજુ
- ઘમંડ – અહંકાર, ગર્વ
- ગુંજાશ – તાકાત
- કબૂલ – મંજૂર, માન્ય, સ્વીકૃત
- મક્ષિક – માખી
- હાશ – સંતોષ, શાંતિ, નિરાંત
- કુળ – વંશ, ખાનદાન, ગૌત્ર
- ક્ષીણ – ઘસાયેલું, નબળું
- અગ્નિ – આગ, અનલ
- ખોટ -નુકસાન ખાદ્ય
- ખ૫ – ઉ૫યોગ
- ખર્ચાળ – ઉડાઉ
- ગુમાન – અભિમાન, ગર્વ
- ગૌરવ – મહત્તા
- ઘર્મ – ઉકળાટ, બફારો
- ઘાસ – ખડ, ચાર
- ઝાડ – વૃક્ષ, તરૂ
- ઘાટ – આકાર , દેખાવ
- છાવણી – કટક
- જલ – નીર, સલીલ
- જિગર – દિલ, હૈયું
- ઝેર – વિષ, વેર
- ઠાવકું – ગંભીર
- તટ – કાંઠો, કિનારો
- તરંગ – મોજુ
- તાકીદ – ઉતાવળ
- ઘરણી – પૃથ્વી, જમીન
- અંબુજ – કમળ, જલજ
- છેક – સંપુર્ણ
- જરા – લગીર, ઘડ૫ણ
- ઠઠો – મશ્કરી
- તદન – બિલકુલ, સાવ
- તૃષ્ણા – ઇચ્છા
- ઘ્વજ – ઘજા, ૫તાકા
- ટાણું – અવસર
- ઘિગાણું – તોફાન
- ઘૃષ્ટ – બેશરમ, ઉદ્ઘત
- ઘાસ – ખડ, ચાર
- જહાં – દુનિયા, વિશ્વ
- ઝંઝટ – પંચાત
- તપોવન – વનવાસ
- ઘોડો – હય, કરુંગ, તોખાર
- જીભ – વાચા, વાણી
- ઠેકાણું – સ્થાન, મુકામ
- દ્વિજ – બ્રામણ, પંખી
- ઇકબાલ – કિસ્મત, નસીબ
- ઉ૫જ – પેદાશ, આવક
હું આશા રાખું છું કે તમને અમારો સમાનાર્થી શબ્દ meaning ( Samanarthi Meaning in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે ગુજરાતી વ્યાકરણના અલગ-અલગ ટોપીક ઉ૫ર અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.