હર ઘર તિરંગા અભિયાન નિબંધ | Har Ghar Tiranga Abhiyaan Essay in Gujarati

હર ઘર તિરંગા અભિયાન: પ્રાચીન કાળથી ભારતમાં ધ્વજનું મહત્વ વિશેષ જોવા મળી રહયુ છે. દરેક શાસકોનો પોતાનો અલગ ધ્વજ જોવા મળતો હતો. પ્રાચીન ભારતમાં, જ્યારે હિન્દુ શાસકોની બહુમતી હતી, ત્યારે ધ્વજના રૂપમાં ભગવા એટલે કે કેસરી રંગને વધુ મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ દેશ આઝાદ થયો ત્યારથી જ ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

આઝાદીના 75 વર્ષની ઉજવણીને માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, જેમાં હર ઘર તિરંગા અભિયાનનો કાર્યક્રમ પણ સામેલ છે. આ અભિયાન હેઠળ દેશભરમાં 25 કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો ચાલો આજે આ૫ણે હર ઘર તિરંગા અભિયાન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તેમજ તેને નિબંધ લેખનના રૂ૫માં ૫ણ સમજીએ.

હર ઘર તિરંગા અભિયાન નિબંધ (Har Ghar Tiranga Abhiyaan Essay in Gujarati)

રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો આપણા દેશના ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. છેલ્લા 75 વર્ષોથી, ત્રિરંગો માત્ર રાષ્ટ્રીય કાર્યક્રમો જેમ કે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, મહાત્મા ગાંધી જયંતિ અને અન્ય કેટલીક ઔપચારિક ઉજવણીઓ સુધી સીમિત હતો.

પરંતુ આ વખતે અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દરેક ભારતીય નાગરિકને તિરંગા સાથે જોડવામાં આવી રહ્યો છે, જેથી દેશના દરેક નાગરિક પોતાના ઘરમાં તિરંગો ફરકાવશે.

ભારતના રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાનું ભારતના લોકો માટે ઘણું મહત્વ છે. રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો શાંતિ, પ્રેમ અને એકતાનું પ્રતિક છે. ભારતની આઝાદીમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો, આ ધ્વજ તેમના અમૂલ્ય બલિદાનને દર્શાવે છે.

હર ઘર તિરંગા અભિયાન નિબંધ
હર ઘર તિરંગા અભિયાન નિબંધ

કેસરી, સફેદ અને લીલા ત્રણ સમાન પટ્ટાઓ ધરાવતા વર્તમાન ત્રિરંગાનું મૂળ સ્વરૂપ 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું. આ ધ્વજ પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ “ત્રિરંગો” ભારતને સ્વતંત્ર ગણતંત્ર તરીકે રજૂ કરે છે. ભારતમાં આયોજિત આઝાદીના અમૃત મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાંથી એક છે “હર ઘર તિરંગા અભિયાન”.

હર ઘર તિરંગા અભિયાન –

આ વખતે 15મી ઓગસ્ટ એટલે કે આ૫ણો સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દેશની આમ જનતાને ૫ણ આ વર્ષની 15મી ઓગસ્ટ કંઇ ખાસ છે એવા સમાચાર તો મળી જ ગયા છે અને એનું કારણ છે. આઝાદીનો અમૃત મહોત્સવ. એટલે કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આ૫ણો દેશ આઝાદ થયો હતો. જેને 15મી ઓગસ્ટ 1922ના રોજ 75 વર્ષ પુરા થશે. એટલે જ ભારત સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી “આઝાદી અમૃત મહોત્સવ” તરીકે કરવા જઈ રહી છે.

આ દિવસ એવા વિરોની કથાઓ અને બલિદાનોનું પ્રતીક છે જેમણે તેમના જીવનનું બલીદાન આપી આપણને આઝાદી અપાવી. એ એવો સમય હતો જયારે ન આ૫ણો રાષ્ટ્ર ઘ્વજ હતો કે ન આ૫ણુ બંઘારણ. આ૫ણે ૨૦૦ વર્ષ સુઘી અંગ્રેજોની ગુલાવી અને યાતનાઓ વેઠી ત્યારે આ૫ણને આ આઝાદી મળી છે. આજે આ૫ણે જે ખુલી હવામાં શ્વાસ લઇ રહયા છે. એ આ૫ણા મહાન સ્વાતંત્ર સેનાનીઓને આભારી છે. આજે રાષ્ટ્રધ્વજનો ત્રિરંગો ભારતનું ગૌરવ છે. રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ દેશનું અપમાન છે.

“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા માટે આપણે રાષ્ટ્રધ્વજ સંબંધિત તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આમાં રાજ્યના દરેક નાગરિકે ઉત્સાહ અને ગર્વ પૂર્વક ભાગ લેવો જોઈએ.

ભારતીય રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળના તમામ પ્રયાસોની દેખરેખ રાખનારા માનનીય ગૃહમંત્રીએ આપણા ધ્વજને વધુ સન્માન આપવા માટે “હર ઘર તિરંગા” કાર્યક્રમને મંજૂરી આપી છે.

હર ઘર તિરંગા અભિયાન અભિયાનનો હેતુ –

હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ભારતીયને તેમના ઘરોમાં ત્રિરંગો ફરકાવવા માટે વધુને વધુ પ્રોત્સાહિત કરવાનો છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે આ વર્ષે હર ઘર ત્રિરંગા અભિમાનની શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન નાગરિકોના મનમાં દેશભક્તિની ભાવના કેળવશે અને રાષ્ટ્રધ્વજ વિશે જનજાગૃતિ પણ પેદા કરશે. તે દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરે છે.

રાષ્ટ્રીય ધ્વજ નિયમો

રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેની જાણ તમારા બધા માટે ખૂબ જ જરૂરી છે. જો તમે આ બધા નિયમો અનુસાર તિરંગો નહીં ફરકાવશો તો તમે તિરંગાનુ અ૫માન કર્યુ ગણાય. અને એના માટે તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આ માટે સરકારે ફ્લેગ કોડ ઓફ ઇન્ડીયા 2002 તૈયાર કર્યો છે. તે રાષ્ટ્રધ્વજના ઉપયોગ, પ્રદર્શન અને ફરકાવવા સંબંધિત માર્ગદર્શિકા વિશે જણાવે છે. તે 26 જાન્યુઆરી 2002ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.

હર ઘર તિરંગા અભિયાનમાં કઇ રીતે ભાગ લઈ શકાય ?

પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીની તમામ લોકોને અપીલ છે કે સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના રોજ દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવામાં આવે. આ ક્ષણ દેશ માટે ખૂબ જ ગર્વની ક્ષણ હશે. જો તમે આ અભિયાનમાં જોડાવા માંગો છો, તો તેના માટે સરકારે એક ઓનલાઈન વેબસાઈટ https://harghartiranga.com બનાવી છે. તમે આ વેબસાઈટ પર જઈને ત્રિરંગો ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઈટ પર તિરંગો કેવી રીતે ડાઉનલોડ કરવો તેના તમામ સ્ટેપ તમને જણાવવામાં આવ્યા છે. આમાં તમારે તમારું નામ, મોબાઈલ નંબર ભરીને લોકેશન ઓન કરવાનું રહેશે. જે પછી તમારી સામે ડાઉનલોડ અથવા પ્રિન્ટ સર્ટિફિકેટનો વિકલ્પ દેખાશે.

ઉ૫સંહાર:-

આ૫ણો રાષ્ટ્રધ્વજ એ આ૫ણુ ગૌરવ છેે. આ વર્ષ આ૫ણા દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પુર્ણ થઇ રહયા છે. ત્યારે દેશના દરેક નાગરીકે ભારત સરકાર દ્વારા યોજવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાનમાં આનંદ અને ગૌરવ સાથે ભાગ લેવો જોઇએ. તેમજ અન્ય લોકોને ૫ણ આ અભિયાનમાં ભાગ લેવા માટે પ્રત્સાહિત કરવા જોઇએ. આશા રાખુ છું આ૫ હર ઘર તિરંગા અભિયાનમાં અવશ્ય ભાગ લેશો. જય હિન્દ, જય ભારત

૫રીક્ષાલક્ષી કેટલાક અગત્યના નિબંધ :-

હું આશા રાખું છું કે તમને 15 august essay in gujarati (15 મી ઓગસ્ટ નિબંધ) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો

Leave a Comment