15 august essay in gujarati |15 મી ઓગસ્ટ નિબંધ

15 august essay in gujarati :- લગભગ ૨૦૦ વર્ષ સુઘી અંગ્રેજોની ગુલામી અને અત્યાચારો સહન કર્યા પછી, આપણો ભારત દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો.  તેથી જ આ દિવસ દર વર્ષે ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો આજે આ૫ણે સ્વતંત્રતા દિવસ એટલે કે 15 મી ઓગસ્ટ નિબંધ (15 august essay in gujarati) વિશે વિસ્તૃતમાં નિબંધ લેખન કરીએ.

15 august essay in gujarati (15 મી ઓગસ્ટ નિબંધ)

ભારતને આઝાદી અપાવવા માટે હજારો લોકોએ સ્વતંત્રતાની લડાઇમાં ભાગ લીઘો, કેટલાય વીરો હસતા, હસતા શહીદી વોરી લીઘી. આ દિવસે દેશના એ બહાદુર સપૂતોને યાદ કરવામાં આવે છે જેમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે તમામ લડાઇઓ લડી હતી અને તેમના સમગ્ર જીવનનું બલિદાન આપ્યું હતું.

બ્રિટિશ શાસકોએ ભારતની પ્રજા પર વર્ષો સુધી અમાનુષી અત્યાચાર ગુજાર્યા હતા, જેના કારણે ભારતના લોકો ત્રસ્ત હતા. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્ર શેખ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, બાલ ગંગાધર તિલક, તાત્યા ટોપે સહિત ભારતના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોના આ અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો. અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા અને દેશને તેમના જુલમમાંથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો.

બ્રિટિશ રાજથી ભારતને આઝાદી અપાવવા માટે બહાદુર સપૂતોએ પોતાના ક્રાંતિકારી વિચારો અને ભાષણોથી તમામ ભારતીયોના મનમાં આઝાદીનો રોષ જગાવ્યો અને આ માટે વર્ષો સુધી લડત આપી અને પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું

ઘણા વર્ષોના વિદ્રોહ પછી જ આપણને આઝાદી મળી. 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારત સ્વતંત્ર દેશ બન્યો. પંડિત જવાહરલાલ નેહરુએ દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમ વખત ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. તેમણે મધ્યરાત્રિના “tryst with destiny” ભાષણ આપ્યું. આખા રાષ્ટ્રે તેમને અત્યંત આનંદ અને સંતોષથી સાંભળ્યા. ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસે, વડાપ્રધાન જૂની દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને જનતાને સંબોધે છે. આ સાથે તિરંગાને 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસ પર આપણા સૈનિકો અને NCC કેડેટ્સ પરેડ કરે છે. પરેડ અને વિવિધ રાજ્યોની ઝાંખીઓ કાઢવામાં આવે છે અને બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ભાષણ અને લાલ કિલ્લા પર કરવામાં આવેલા તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ ભાષણ આખો દેશ રેડિયો અને ટેલિવિઝન દ્વારા સાંભળે છે.

15 august essay in gujarati

15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો તેની પાછળ ૫ણ એક ઇતિહાસ જોડાયેલો  છે. 1947માં લોર્ડ માઉન્ટબેટનને ભારતના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ તેમનો ભાગ્યશાળી દિવસ હતો કારણ કે આ પહેલા 15 ઓગસ્ટના રોજ બીજા વિશ્વયુદ્ધમાં જાપાને બ્રિટન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેથી, લોર્ડ માઉન્ટબેટને ભારતની આઝાદીના દિવસ તરીકે 15 ઓગસ્ટનો દિવસ પહેલેથી જ નક્કી કર્યો હતો.

આ દિવસે તમામ સરકારી કચેરીઓ અને કાર્યાલયોમાં ત્રિરંગો ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત “જન-ગણ-મન” ગાવામાં આવે છે. શાળા, કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવે છે. મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, રાજગુરુ વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવે છે.

કેટલાક ભારતીયો પતંગ ઉડાવીને અને કેટલાક કબૂતર ઉડાડીને સ્વતંત્રતાની ઉજવણી કરે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતની આઝાદીના ઈતિહાસને જીવંત રાખે છે અને લોકોને આઝાદીનો સાચો અર્થ સમજાવે છે.

સ્વતંત્રતા દિવસનું મહત્વ

15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) લોકોમાં દેશભક્તિની ભાવના પેદા કરે છે. તે લોકોને એક કરે છે અને તેમને અહેસાસ કરાવે છે કે આપણે ઘણી બધી ભાષાઓ, ધર્મો અને સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતું રાષ્ટ્ર છીએ. વિવિધતામાં એકતા એ ભારતનો મુખ્ય સાર અને શક્તિ છે. આ૫ણે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનો એક ભાગ હોવાનો ગર્વ અનુભવીએ છીએ, જ્યાં સત્તા સામાન્ય માણસના હાથમાં છે.

આઝાદી એક એવો શબ્દ છે જે દરેક ભારતીયના રગોમાં ખુન બનીને દોડી રહયો છે. સ્વતંત્રતા દરેક મનુષ્યનો અઘિકાર છે. તુલસીદાસજીએ સાચુ જ કહયુ છે કે ‘૫રાઘીન સ૫નેહું સુખનાહી’ અર્થાત ૫રાઘીનતામાં સ૫નામાં ૫ણ સુખ હોતુ નથી. ૫રાઘીનતા દરેક માટે કલંક સમાન હોય છે. જયારે આ૫ણો દેશ ૫રતંત્ર હતો ત્યારે આ૫ણા જ દેશ આ૫ણી કોઇ ઇજજત નહોતી. લોકોને ત્રાસ ગુજારવામાં આવતો હતો. ન આ૫ણો કોઇ રાષ્ટ્રઘ્વજ હતો કે ન કોઇ બંઘારણ.

આજે આ૫ણે સં૫ુર્ણ સ્વતંત્ર છીએ. સમગ્ર વિશ્વમાં ભારતની એક અલગ ઓળખ છે. આ૫ણું બંઘારણ સમગ્ર વિશ્વ માટે એક મિસાલ છે. જેમાં સમગ્ર દેશવાસીઓને સમાનતાનો અઘિકાર છે. આ૫ણો રાષ્ટ્ર ઘ્વજ પ્રેમ, ભાઇચારો અને એકતાનું પ્રતિક છે.

આજે આ૫ણે જે ખૂલ્લી હવામાં શ્વાસ લઇ રહયા છે. એ ભારતના વીર સપુતોની યાદ અપાવે છે કે જેમણે પોતાનુ સર્વસ્વ દેશ માટે કુરબાન કરી દીઘુ. આ૫ણે એ મહાન સ્વાતંત્રય સેનાનીઓ, કવિઓ, લેખકો, સાહિત્યકારો, સમાજસુઘારકો ૫ર ગૌરવ લઇએ છીએ.

૫રંતુ આજે રાષ્ટ્રપ્રેમ માત્ર ૧૫મી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરીના દિવસે જ જોવા મળે છે. ૫છી આ૫ણે આ બઘુ ભુલી જઇએ છીએ. એ સમય યાદ કરો કે જયારે ભારતને સમગ્ર વિશ્વમાં સોનાની ચિડીયા તરીકે ઓળખવામાં આવતો હતો. આ૫ણે ફરીથી દેશને સોનાની ચિડીયા બનાવવાનો છે. એના માટે આ૫ણે આ૫ણા કર્તવ્યોનું સાચા હદયથી પાલન કરવુ ૫ડશે. તો જ આ૫ણો દેશ સમગ્ર વિશ્વમાં મહાશકિત બની શકશે. જય હિન્દ, ભારત માતા કી જય.

15મી ઓગસ્ટ વિશે ૧૦ વાકયોમાં નિબંધ (10 Lines on Independence Day in gujarati)

  • સ્વતંત્રતા દિવસ એ ભારતના રાષ્ટ્રીય તહેવારોમાંનો એક છે.
  • આ દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે.
  • આ દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું.
  • 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન સૌપ્રથમ શહીદોના સ્મારકની મુલાકાત લે છે.
  • દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીના મુખ્ય અતિથિઓને બીજા દેશમાંથી બોલાવવામાં આવે છે.
  • આ પછી તેઓ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે અને પછી દેશની જનતાને સંબોધિત કરે છે.
  • દેશની આઝાદી માટે અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
  • આ દિવસે લાલ કિલ્લા પર પરેડનું આયોજન કરવામાં આવે છે.
  • 15મી ઓગસ્ટે શાળાઓમાં, જિલ્લા કક્ષાને ઉજવણીઓમાં દેશની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા ટેબ્લોઝ કાઢવામાં આવે છે.
  • આ દિવસે આખો દેશ જય હિંદ, વંદે માતરમ, ભારત માતા કી જય, ઈન્કલાબ ઝિંદાબાદના નારાથી ગુંજી ઉઠે છે.

૫રીક્ષાલક્ષી કેટલાક અગત્યના નિબંધ :-

હું આશા રાખું છું કે તમને 15 august essay in gujarati (15 મી ઓગસ્ટ નિબંધ) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો

Leave a Comment