26 january speech in gujarati |26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી

26 january speech in gujarati – આ૫ સૌ જાણો જ છો કે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ આ૫ણો દેશ આઝાદ થયો. ૫રંતુ ભારતની બંઘારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલ બંઘારણ મુજબ શાસનપ્રણાલી 26 જાન્યુઆરી 1950ના રોજથી શરૂ કરવામાં આવી. એટલે કે આ દિવસે ભારતનું નવુ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, તેથી જ  દર વર્ષે 26 જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક રાષ્ટ્ર બનવાની યાદમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દેશના રાષ્ટ્રીય તહેવારોમાંનો એક છે. 

26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં લોકતાંત્રિક પ્રણાલીનો સ્વીકાર કરવામાં આવ્યો અને સમગ્ર દેશમાં ભારતીય બંધારણ અમલમાં આવ્યું, જેના કારણે ભારતીય ઈતિહાસમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ તહેવાર તમામ સરકારી સંસ્થાઓમાં ઉજવવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હીમાં રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડના રૂપમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં દેશની સિદ્ધિઓ પ્રતિબિંબિત થાય છે. આ પ્રસંગે શાળાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, શોભાયાત્રા કાઢવામાં આવે છે, ત્રિરંગો લહેરાવવામાં આવે છે, રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, પ્રજાસત્તાક દિવસનું ભાષણ, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવે છે. 

Must Read : મકરસંક્રાંતિ વિશે નિબંધ

શાળા, કોલેજોમાં વિદ્યાર્થી મિત્રોને આ દિવસે પ્રજાસત્તાક દિવસ વિશે ભાષણ (speech) આ૫વાનું હોય છે. માટે ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ ૫ર 26 january speech in gujarati ટોપીક સર્ચ કરતા હોય છે. જો તમે ૫ણ આ ટોપીક વિશે ભાષણ (speech) વિશે જાણવા માંગતા હોય તો તમે યોગ્ય વેબસાઇટ ૫ર આવ્યા છો અમે તમને અહી 26 january speech in gujarati વિશે ખૂબ સુંદર આર્ટીકલસ આ૫વાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો હવે આવીએ મુખ્ય મુદ્દા ઉ૫ર..

26 january speech in gujarati (26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી)

આદરણીય મુખ્ય મહેમાન સાહેબ(સરપંચ સાહેબ), આચાર્ય સાહેબ, ગુરુજનો,ગામમાંથી ૫ઘારેલ આગેવાનો, વડીલો અને મારા સાથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો! આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

આ૫ સૌ જાણો જ છો. કે આજે બધા અહીં પવિત્ર ત્રિરંગા ધ્વજની નીચે ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ. આ માત્ર તહેવાર જ નથી પરંતુ દરેક ભારતીય માટે ગર્વ અને સન્માનનો વિષય છે.

(ઉ૫રોકત મુજબ સંબોધનનો ભાગ પૂરો થયા પછી પ્રજાસત્તાક દિવસના ભાષણમાં આ દિવસનો પરિચય આપો (પ્રજાસત્તાક દિવસ શું છે), આપણે પ્રજાસત્તાક – ગણતંત્ર દિવસ કેમ ઉજવીએ છીએ. ભારતીય બંધારણના કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપો)

Must Read : ભારતનો ગણતંત્ર દિવસ

ભારતીય બંધારણનું નિર્માણ (history of republic day):- 

ભારતીય બંધારણના નિર્માણ માટે ડૉ. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની મહેનત પછી, 26 નવેમ્બર 1949 ના રોજ મુસદ્દા સમિતિ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું, આ દિવસ (26 નવેમ્બર 1949) ભારતીય ઇતિહાસમાં બંધારણ દિવસ, રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.જેમાં 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ સામેલ છે. 

ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું, પરંતુ તેને 26 જાન્યુઆરી 1950 થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના પાછળનું કારણ એ છે કે 26 જાન્યુઆરી, 1930 ના રોજ ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી જ ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશને આઝાદી મળ્યા પછી, 26 જાન્યુઆરીની યાદોને સાચવવા માટે આ દિવસે ભારતીય બંધારણ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Must Read : republic day quotes in gujarati

બંધારણની વિશેષતાઓ Republic day Speech/Essay-Main features)

ભારતનું બંધારણએ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના બંધારણની સારી બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમકે બ્રિટનમાંથી સંસદીય પ્રણાલી, યુએસના બંધારણમાંથી મૂળભૂત અધિકારો, સોવિયેત સંઘ(રશિયા)માંથી મૂળભૂત ફરજો, આયર્લેન્ડમાંથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સુધારાની પ્રક્રિયા લેવામાં આવી છે. ભારતીય બંધારણમાં પુખ્ત વયે મતાધિકારની જોગવાઈ કરવામાં આવી છે. ભારતનું બંધારણ દેશમાં એકીકૃત અને સ્વતંત્ર ન્યાયિક પ્રણાલીની જોગવાઈ કરે છે. એવી ઘણી વિશેષતાઓ છે જેને નાગરિકોના જીવનને ઉત્ત્મ બનાવવા માટે ભારતીય બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.

દેશ સામે આવેલ સમસ્યાઓ (Republic day Speech/Essay- Challenges before nation)

આમ છતાં ભારતીય પ્રજાસત્તાક રાષ્ટ્ર સમક્ષ અનેક પડકારો આજે આપણી સામે ઉભા છે.જેમાંના કેટલાક નીચે મુજબ છે. 

ભ્રષ્ટાચાર:-

દેશમાં આઝાદી બાદથી ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે, પરિસ્થિતિ અત્યંત નિરાશાજનક બની રહી છે. લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. મોટા ભાગના નેતાઓ, મંત્રીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેમની પાસે જવાબદારીઓ છે તેઓ પોતાની જવાબદારી પ્રમાણિકતાથી નિભાવી રહ્યા નથી. દરેક વ્યક્તિને ખોટા માર્ગે પૈસા કમાવવાની ઈચ્છા હોય છે. લોકસેવા સંબંધિત રાજકારણના ક્ષેત્રમાં ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓનો મેળાવડો થયો છે. ગુનેગારો અને ભ્રષ્ટ નેતાઓએ ક્યારેય આ દેશ અને સમાજનું ભલું કર્યું નથી. 

સાંપ્રદાયિકતા:-

ભારતીય બંધારણમાં દેશને બિનસાંપ્રદાયિક રાખવામાં આવ્યો હતો જેથી દેશના તમામ નાગરિકો સમાન હોય, કોઈની સાથે ભેદભાવ ન થાય, પરંતુ રાજકીય પક્ષો સત્તાના લોભમાં સમાજને ધર્મ અને જાતિમાં વહેંચવાની નીતિ ચલાવે છે. જેના કારણે વિવિધ ધર્મો અને જાતિઓ વચ્ચે વિખવાદ વધી રહ્યો છે જે દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો છે.

નબળી આરોગ્ય સેવા :-

દેશમાં રોટી, કપડા, મકાન, આરોગ્ય, શિક્ષણ જેવા પ્રાથમિક સુવિઘાઓનો અભાવ છે. બીજા દેશોની સાપેક્ષમાં ભારતમાં આરોગ્ય વિષયક સુવિઘાઓ ઘણી ઓછી છે. જેનો અનુભવ આ૫ણને આ કોરોના કાળમાં થયો છે. કોરોના મહામારીના સમયમાં દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ તેમજ ઓક્સિજનની ભારે તંગી જોવા મળી હતી. 

બેરોજગારી, ગરીબી, નિરક્ષરતા, આતંકવાદ, નક્સલવાદ, રાજકારણનું અપરાધીકરણ, બાંધકામ ક્ષેત્રની ઉપેક્ષા, ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ ન મળવા જેવી અનેક સમસ્યાઓ આપણી સામે આવીને ઉભી છે. 

આપણને દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર ભાષણોમાં  દેશની સમસ્યાઓ વિશે સાંભળવા મળે છે, જો આપણે આ સમસ્યાઓ વિશે ઉંડાણ પૂર્વક જોઈએ તો આપણને ખબર પડશે કે આ સમસ્યાઓ આજની નથી, ઘણા દાયકાઓથી છે અને સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિને આપવાના ભાષણો અને નિબંધોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ મળ્યો નથી. આ૫ણે આ પ્રજાસત્તાક દિને સરકાર પાસે આશા રાખીએ કે વર્ષોથી ચાલી આવેલી આ સમસ્યાઓનો કોઇ ઉકેલ મળે. અને લોકોનું જીવનઘોરણ ઉચું આવે.

હું આશા રાખું છું કે તમને અમારો 26 january speech in gujarati (26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment