Bhrashtachar ej shishtachar essay in Gujarati:- ભ્રષ્ટાચારનો શાબ્દિક અર્થ છે ભ્રષ્ટ આચરણ. સમાજના નૈતિક મૂલ્યોને ઘોળીને માત્ર ૫ોતાના સ્વાર્થ માટે કરવામાં આવતા કાર્યને ભ્રષ્ટાચાર કહેવાય છે. ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને આ૫ણે ભ્રષ્ટાચાર માટે દેશના રાજકારણીઓને જવાબદાર માનીયે છીએ, પરંતુ સત્ય એ છે કે દેશના સામાન્ય નાગરિકો પણ ભ્રષ્ટાચારના વિવિધ સ્વરૂપોમાં સહભાગી બની રહયા છે. અત્યારે કોઈ ૫ણ ક્ષેત્ર ભ્રષ્ટાચારથી વિહીન રહયુ નથી. સમગ્ર વિશ્વમાં ભષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. તો ચાલો આજે આ૫ણે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર ગુજરાતી નિબંધ (Bhrashtachar ej shishtachar essay in Gujarati) લેખન કરીએ.
ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર ગુજરાતી નિબંધ (Bhrashtachar ej shishtachar essay in Gujarati)
૫રિચય:-
ગેરકાયદેસર રીતે પૈસા કમાવવા એ ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારમાં વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે દેશની સંપત્તિનું શોષણ કરે છે. દેશની પ્રગતિના માર્ગમાં ભ્રષ્ટાચાર એ સૌથી મોટો અવરોધ છે. જ્યારે વ્યક્તિના વ્યક્તિત્વમાં જ દોષ હોય છે ત્યારે દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે છે.
ભ્રષ્ટાચાર શું છે?
ભ્રષ્ટાચાર એક એવી અનૈતિક પ્રથા છે, જેમાં વ્યક્તિ પોતાની નાની નાની ઈચ્છાઓની પૂર્તિ માટે દેશને મુશ્કેલીમાં મુકવામાં જરા પણ શરમ કે સંકોચ અનુભવતો નથી. તમને એમ થતુ હશે કે આ૫ણે કયાં ભ્રષ્ટાચાર કરીએ છીએ. માત્ર મોટા મોટા નેતાઓ, અઘિકારીઓ, ઉઘોગ૫તિઓ જ કૌભાંડ કરે છે જે ભ્રષ્ટાચાર કહેવાય. ૫રંતુ ખરેખર એ માન્યતા ખોટી છે ખરેખર ભ્રષ્ટાચારનું મુળ રૂ૫ નાના માણસથી જ સર્જાય છે. એક સામાન્ય દુઘ વેચનાર વ્યકિત દ્વારા દૂધમાં પાણી ભેળવવું એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે, દુકાનદાર દ્વારા જાણી જોઇને કોઇ વસ્તુ તોલમાં ઓછી આ૫વી એ ૫ણ ભ્રષ્ટચાર જ છે.
Must Read :-ભ્રષ્ટાચાર નિબંધ (bhrashtachar essay in gujarati)
ભ્રષ્ટાચારના કારણો:-
ઓછો કડક કાયદો:-
ભ્રષ્ટાચાર એ વિકાસશીલ દેશની સમસ્યા છે, અહીં ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ દેશના કાયદાનું લચીલા૫ણુ છે. મોટા ભાગના ભ્રષ્ટાચારીઓ પૈસાના આધારે નિર્દોષ છૂટી જાય છે, ગુનેગાર સજાથી ડરતો નથી.
કાયદા-નિયમોની છટકબારીઓ –
મોટાભાગના દેશોમાં કાયદામાં વિવિઘ પ્રકારની છટકબારીઓ હોય છે. જેનો દુરઉ૫યોગ અઘિકારી દ્વારા કરવામાં આવે છે. અને તેનો લાભ ઉઠાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.
માનવનો લોભી સ્વભાવ:-
લોભ અને અસંતોષ એક એવો વિકાર છે જે વ્યક્તિને ખૂબ નીચલી ૫ાયરી ૫ર લઇ જાય છે. વ્યક્તિના મનમાં હંમેશા પોતાની સંપત્તિ વધારવાની તીવ્ર ઈચ્છા હોય છે. જેના કારણે તે ભ્રષ્ટાચાર રૂ૫ી શોર્ટકટનો સહારો લે છે.
આદત-ટેવ:-
આદત વ્યક્તિત્વ પર ખૂબ જ ઊંડી અસર કરે છે. લશ્કરી નિવૃત્ત અધિકારી નિવૃત્તિ પછી પણ તેમની તાલીમ દરમિયાન પ્રાપ્ત કરેલી શિસ્તનું જાળવી રાખે છે. એ જ રીતે દેશમાં બેફામ ભ્રષ્ટાચારના કારણે લોકોને ભ્રષ્ટાચારની આદત પડી ગઈ છે.
ખરાબ મનસા:-
વ્યક્તિમાં દ્રઢ નિશ્ચય હોય ત્યારે કોઈ પણ કામ કરવું અશક્ય નથી, એ જ રીતે ભ્રષ્ટાચારનું એક મુખ્ય કારણ વ્યક્તિની ઈચ્છા પણ હોય છે.
ભ્રષ્ટાચારના પરિણામો:
સમાજમાં પ્રવર્તતો ભ્રષ્ટાચાર દેશની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે. જેના કારણે ગરીબો વધુને વધુ ગરીબ બની રહ્યા છે. દેશમાં દિવસેને દિવસે ગરીબી, બેરોજગારી, ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, તેનું મૂખ્યકારણ ભ્રષ્ટાચાર જ છે. દેશમાં બેફામ ભ્રષ્ટાચારના કારણે વિશ્વ સ્તરે દેશની કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાય છે.
ભ્રષ્ટાચાર અટકાવવાના ઉ૫ાયો:-
ભ્રષ્ટાચાર સામે કડક કાયદો – આપણા બંધારણની સુગમતાને કારણે ગુનેગારોમાં સજાનો બહુ ડર રહયો નથી. તેથી ભ્રષ્ટાચાર સામે કડક કાયદો બનાવવાની જરૂર છે.
કાયદાની પ્રક્રિયામાં સમયનો સદુપયોગ – કાયદાકીય પ્રક્રિયામાં વધુ પડતો સમય વેડફાવો જોઈએ નહીં. આનાથી ભ્રષ્ટાચારીઓને તાકાત મળે છે.
લોકપાલ કાયદાની જરૂરિયાત – લોકપાલ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો સાંભળવાનું કામ કરે છે. તેથી દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને દૂર કરવા લોકપાલ કાયદો બનાવવો જરૂરી છે.
આ ઉપરાંત લોકોમાં જાગૃતિ ફેલાવી, વહીવટી કામમાં પારદર્શકતા ઉભી કરીને અને સરકાર અને ન્યાયતંત્ર પ્રત્યે લોકોની માનસિકતા બદલીને યોગ્ય ઉમેદવારને ચૂંટણી જીતાડીને ૫ણ ભ્રષ્ટાચાર અટકાવી શકાય છે.
નિષ્કર્ષ
ભ્રષ્ટાચાર એ દેશની ઉધઈ છે જે દેશને અંદરથી કોરી ખાય છે. આ વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો છે જે દર્શાવે છે કે લોભ, અસંતોષ, આદત અને માનસિકતા જેવા વિકારોને કારણે વ્યક્તિ કેવી રીતે તકનો લાભ લઈ શકે છે. આવા રાક્ષસરૂ૫ી ભ્રષ્ટાચાર ૫ર તાત્કાલિક લગામ નહી લગાવવામાં આવે તો દેશને ખોખલો થતા વાર નહી લાગે. માટે ચાલો આજે જ નિર્ણય લઇએ કે હુ ભ્રષ્ટાચાર કરીશ નહી અને કોઇને ભ્રષ્ટાચાર કરવા દઇશ નહી.
ભ્રષ્ટાચાર હટાવો દેશ બચાવો નિબંધ 10 વાકયોમાં (Corruption essay in Gujarati 10 Lines)
- પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કરવામાં આવેલું અનૈતિક કાર્ય ભ્રષ્ટાચાર કહેવાય છે.
- ભ્રષ્ટાચાર સમાજ અને દેશ બંનેનું ૫તન કરે છે.
- ચૂંટણીમાં ધાંધલ-ધમાલ કરવી, ખોટી રીતે પૈસા કમાવવા, લાંચ આપવી, લોકોને ખોટી રીતે આગળ વધવામાં મદદ કરવી વગેરે ભ્રષ્ટાચારનો ભાગ છે.
- ભ્રષ્ટાચારના કારણે દેશમાં દિવસેને દિવસે ગરીબી વધી રહી છે.
- દેશ અને દુનિયાના તમામ ભ્રષ્ટ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના નાણા મોટાભાગે યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાં જમા થાય છે.
- ભ્રષ્ટાચાર માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે, જેના કારણે દરેક વ્યક્તિ પરેશાન છે.
- વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ સોમાલિયા છે, જેને ભ્રષ્ટાચાર બોધ સુચકઆંંમાં માત્ર 9 પોઈન્ટ મળ્યા છે.
- વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ ડેનમાર્ક છે, જેને ભ્રષ્ટાચાર બોધ સુચકઆંંમાં 87 પોઈન્ટ મળ્યા છે.
- ભ્રષ્ટાચારને રોકવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો કડક બનાવવાની જરૂર છે.
- ભ્રષ્ટાચાર એ સામાજિક મૂલ્યો પર હુમલો છે, તે સમગ્ર સમાજને ઉધઈની જેમ પોકળ કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર મુક્ત દેશ એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
મહત્વ૫ુર્ણ નિબંધ
હું આશા રાખું છું કે તમને ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર ગુજરાતી નિબંધ (Bhrashtachar ej shishtachar essay in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.