BSNLદ્વારા તેમના ગ્રાકોને આકર્ષવા માટે શાનદાર પ્લાન લોન્ચ કરવામાં આવેલ છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવશે, જેની દૈનિક મર્યાદા BSNL દ્વારા 2 GB રાખવામાં આવી છે. રોજિંદા ધોરણે, મોબાઇલ સબસ્ક્રાઇબર માટે એક દિવસ માટે 2GB ડેટા પૂરતો છે.
ભારતની સૌથી મોટી અને સરકારી ટેલિકોમ કંપની તેના ગ્રાહકો માટે દરરોજ નવા પ્લાન ઓફર કરી રહી છે. લોકોને પણ આ યોજનાઓ ખૂબ પસંદ આવી રહી છે. આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિએ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે આવી સ્થિતિમાં દરેકને ઇન્ટરનેટની પણ જરૂર છે. BSNL એક નવો પ્લાન લઈને આવ્યું છે જેમાં ગ્રાહકોને ૨ જીબી સુધી હાઇસ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. લોકો આ પ્લાનને આડેધડ રિચાર્જ કરાવી રહ્યા છે. જુઓ BSNLનો કયો પ્લાન છે જેણે લોકોના દિલને સ્પર્શી લીધો છે.
રૂ. 1515 રૂપિયાનો પ્લાન
BSNL ના આ 1515 રૂપિયાના પ્લાન વિશે વિગતવાર માહિતી મેળવ્યા પછી, તમારું હૃદય ખુશ થઈ જશે કારણ કે BSNL આ પ્લાનમાં ગ્રાહકોને ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. આ પ્લાનની શરૂઆતથી જ એરટેલ અને જિયોના ગ્રાહકોને આશ્ચર્ય થવા લાગ્યું છે કે તેમને આટલો શાનદાર પ્લાન કેમ ન મળ્યો.
આ પ્લાનમાં કઇ સુવિધા મળશે
BSNLનો આ પ્લાન લેવા માટે તમારે 1515 રૂપિયા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે BSNLના આ પ્લાનમાં ગ્રાહકોને સંપૂર્ણ 365 દિવસની વેલિડિટી મળે છે, એટલે કે તેમને આખા વર્ષ માટે રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. માત્ર એકવાર રૂ.૧૫૧૫ના રિચાર્જ કરવાથી તમે ૩૬૫ દિવસ સુધી દૈનિક ૨ જીબી સુધી હાઇસ્પીડ ઇન્ટરનેટની સેવાનો લાભ મેળવી શકશે. હાઇ-સ્પીડ ડેટા વપરાશ પછી, BSNL ગ્રાહકો 40 Kbpsની ઓછી ઝડપે અમર્યાદિત ડેટાનો આનંદ માણી શકેશે.