દાદાસાહેબ ફાળકે એવોર્ડ સમારોહનું આયોજન મુંબઈમાં તા.૨૧/૦૨/૨૦૨૩ના રોજ સોમવારે સાંજે રાખવામાં આવ્યુ હતુ જેમાં એકથી એક ચડીયાતા અભિનેતા, જાણીતા સ્ટાર્સ અને ફિલ્મોને એવોર્ડ (Dadasaheb Phalke Award 2023) આપવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટથી લઈને વરુણ ધવન સુધીના ઘણા સ્ટાર્સે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વખતના દાદાસાહેબ ફાળકે એવોર્ડ સમારોમાં કેટલાક યુવા સ્ટાર્સે તેમની પ્રતિભાના આધારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીત્યો હતો.
સૌથી રોચક વાત એ છે કે વિવેક અગ્રિહોત્રીની અનેક વિવારોથી ઘેરાયેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ફિલ્મે પણ આ એવોર્ડમાં બાજી મારી હતી. કોને મળ્યો એવોર્ડ, ચાલો એક નજર કરીએ દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award 2023) વિજેતાઓના નામો પર.
શ્રેષ્ઠ ફિલ્મ માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પસંદ કરવામાં આવી છે
વિવેક રંજન અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને શ્રેષ્ઠ ફિલ્મ કેટેગરીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 મળ્યો છે. આ પુરસ્કાર જીતવાની ખુશીમાં વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે તેઓ આ એવોર્ડ આતંકવાદના પીડિતો અને ભારતના તમામ લોકોને સમર્પિત કરે છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને સૌથી વર્સેટાઈલ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
રણબીર-આલિયાને શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી તરીકે પસ્;દ કરવામાં આવ્યાા.
આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને રણબીર કપૂરને બ્રહ્માસ્ત્ર માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ‘કંતારા’ ફેમ રિષભ શેટ્ટીને શ્રેષ્ઠ આશાસ્પદ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વરુણ ધવનને ફિલ્મ ભેડિયા માટે ક્રિટિક્સ બેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. રેખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dadasaheb Phalke Award-2023)ના વિજેતાઓની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ – કાશ્મીર ફાઇલ્સ
શ્રેષ્ઠ દિગ્દર્શક – આર બાલ્કી (ચુપ: રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ)
શ્રેષ્ઠ અભિનેતા – રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર)
શ્રેષ્ઠ અભિનેત્રી – આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર – ઋષભ શેટ્ટી (કાંતારા)
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – મનીષ પોલ (જુગ જુગ જિયો)
ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન માટે – રેખા
શ્રેષ્ઠ વેબ સિરીઝ – રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર – વરુણ ધવન ભેડિયા માટે
ફિલ્મ ઓફ ધ યર – RRR
વર્ષની ટેલિવિઝન શ્રેણી – અનુપમા
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા – ઝૈન અમાન (ફના-ઇશ્ક મેં મરજાવાં)
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રી – તેજસ્વી પ્રકાશ (નાગિન 6)
શ્રેષ્ઠ પુરૂષ ગાયક – સચેત ટંડન (માયા મેનુ)
શ્રેષ્ઠ મહિલા ગાયિકા – નીતિ મોહન (મેરી જાન)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર – પીએસ વિનોદ (વિક્રમ વેધા)