દિવાળી નિબંધ (Essay on Diwali in Gujarati) દિવાળી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. વિદ્યાર્થીઓને બુરાઇ ૫ર અચ્છાઇની જીતથી ૫રીચિત કરાવવા માટે ખાસ કરીને દિવાળી વિશે નિબંધ વિવિધ ૫રીક્ષાઓમાં પુછવામાં આવે છે. માટે અમારા બ્લોગ ગુજરાતી વ્યાકરણના વ્હાલા વિદ્યાર્થી મિત્રોને દિવાળી નિબંધ (Essay on Diwali in Gujarati) લખવામાં કોઇ તકલીફ ન ૫ડે તે માટે અમે અહી સુંદર રીતે મારો પ્રિય તહેવાર દિવાળી વિશે નિબંધ રજુ કર્યો છે.
દિવાળી નિબંધ ધોરણ 5,6,7,8,9,10 (Essay on Diwali in Gujarati)
દિવાળી એ હિન્દુઓના સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. બાળકોને દિવાળી પર નિબંધ લખીને આ તહેવાર વિશેના તેમના આનંદકારક અનુભવો શેર કરવાની તક મળે છે. યુવાનો સામાન્ય રીતે આ તહેવારને ખૂબ પસંદ કરે છે કારણ કે દિવાળી તહેવાર બધા માટે ઘણી બધી ખુશીઓ અને આનંદની ક્ષણો લાવે છે. દિવાળી ૫ર લોકો તેમના પરિવાર, મિત્રો અને સંબંધીઓની મુલાકાત લે છે અને તેમના પ્રિયજનો સાથે શુભેચ્છાઓ અને ભેટો શેર કરે છે.
દીપાવલીનો અર્થ:
દિવાળી કે જેને “દીપાવલી” તરીકે પણ ઓળખવામાં આવે છે, દિવાળી એ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. ‘દીપાવલી’ શબ્દ એ બે સંસ્કૃત શબ્દોથી બનેલો છે – દીપ + આવલી. ‘દીપ’નો અર્થ થાય છે ‘દીવો’ અને ‘આવલી’નો અર્થ થાય છે ‘શ્રેણી કે હારમાળા’, જેનો અર્થ થાય છે દીવાઓની હારમાળા (શ્રેણી) અથવા દીવાઓની પંક્તિ. દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર વિશ્વના લોકો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લોકો આતશબાજી અને ફટાકડા સાથે આ તેજસ્વી તહેવારની ઉજવણી કરે છે.
દિવાળીના તહેવારની તૈયારીઓ:
દિવાળી તહેવારની તૈયારીઓ દિવાળીના ઘણા દિવસો અગાઉથી જ શરૂ થઈ જાય છે. દીવાળીના ઘણા દિવસો પહેલા લોકો પોતાના ઘરની સાફ-સફાઈ અને રંગ -રોગાન કરવાનું શરૂ કરી દે છે . એવુ માનવામાં આવે છે કે દિવાળીના દિવસે જે ઘરો સ્વચ્છ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે. જેથી સુખ-સમૃદ્ધિ વધે છે. જેમ જેમ દિવાળી નજીક આવે છે, લોકો તેમના ઘરોને દીવાઓ અને વિવિધ પ્રકારની લાઇટ્સથી સજાવવાનું શરૂ કરે છે.
Must Read : દિવાળી વિશે
દિવાળીમાં ફટાકડાનું મહત્વ:
દિવાળી એટલે “પ્રકાશનો તહેવાર” . લોકો માટીના દીવડા પ્રગટાવે છે અને તેમના ઘરોને વિવિધ રંગો અને રોશનીથી સજાવે છે, એવુ અલ્હાદક વાતાવરણ ઉભુ થાય છે કે જેને જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ થઈ શકે છે. બાળકો વિવિધ પ્રકારના ફટાકડા જેવા કે સ્પાર્કલર્સ, રોકેટ, કોઠી, તારસળી વગેરે સળગાવવીને આનંદ અનુભવે છે. કેટલાક ફટાકડા તો રોકેટની જેમ ઉંચે આકાશમાં જઇ અલગ-અલગ પ્રકારના રંગની રોશની કરે છે. જેથી આખુ આકાશ જાણે રંગીન બની ગયુ હોય એવો આભાસ થાય છે.
દિવાળીનો ઈતિહાસઃ
હિન્દુ માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે ભગવાન રામ તેમની પત્ની સીતા, ભાઈ લક્ષ્મણ અને ભક્ત હનુમાન સાથે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા.જેના કારણે સમગ્ર અયોધ્યાને દીવાઓથી શણગારવામાં આવ્યુ હતુ. ભગવાન શ્રી રામચંદ્રના માર્ગ ૫ર પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા જેથી ભગવાન રામના આગમનમાં કોઈ મુશ્કેલી ન પડે, ત્યારથી આજદિન સુધી દિવાળીનો તહેવાર પ્રકાશના તહેવાર અને અંધકાર પર પ્રકાશના વિજય તરીકે ઉજવવામાં આવે છે.
આ શુભ અવસર પર બજારોમાં ભગવાન ગણેશજી, લક્ષ્મીજી, રામજી વગેરેની મૂર્તિઓની ખરીદી કરવામાં આવે છે. દિવાળી ૫હેલાંથી જ બજારોમાં ભારે ચહલપહલ જોવા મળે છે. આ પ્રસંગે લોકો નવા કપડાં, વાસણો, મીઠાઈ વગેરેની ખરીદી કરે છે. વેપારીઓ દિવાળીના તહેવાર પર લક્ષ્મી ૫ુુુજન કરી નવી ખાતાવહી ખોલે છે. દિવાળીનો તહેવાર બધા માટે સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતા લાવે છે. લોકો દિવાળીના તહેવાર દરમિયાન તેમના પરિવાર, મિત્રો અને સંબંધીઓ સાથે ભેટ-સોગાદોની આપ-લે કરે છે. દુર દુર દેશાંતર રહેતા લોકો ૫ણ દિવાળીના અવશર ૫ર અવશ્ય વતનમાં આવે છે અને ૫ોતાના વડીલો સગા-સબંંઘીઓ મળી દિવાળીની શુભકામના ૫ાઠવે છે.
ઉ૫સંહાર:-
દિવાળી એ આ૫ણા અંદરના અંધકારને દૂર કરીને સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવવાનો તહેવાર છે. બાળકો તેમની ઈચ્છા મુજબ બોમ્બ, સ્પાર્કલર્સ અને અન્ય ફટાકડા ખરીદે છે અને ફટાકડા ફોડવાનો આનંદ માણે છે. આપણે એ ૫ણ સાવઘની રાખવી પડશે કે દીપાવલીનો તહેવાર એ દી૫, પ્રેમ અને સુખ-સમૃદ્ધિનો તહેવાર છે. એટલે જ આ ખુશીના તહેવારમાં બાળકો દ્રારા ફટાકડાનો ઉપયોગ કાળજીપૂર્વક અને વડીલોની હાજરીમાં જ કરવામાં આવે એ વઘુ ઉચીત રહેશે. દિવાળીનો તહેવાર હંમેશા આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે.
દિવાળીનો તહેવાર સાંસ્કૃતિક અને સામાજિક સમરસતાનું પ્રતિક છે. આ તહેવારને કારણે આજે પણ લોકોમાં સામાજિક એકતા જળવાઈ રહે છે. હિન્દી સાહિત્યકાર ગોપાલદાસ નીરજે પણ કહ્યું છે કે, “દીવો પ્રગટાવો, ધ્યાન રાખો કે પૃથ્વી પર ક્યાંય અંધકાર ના રહે.” તેથી, દિવાળી પર પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવા જોઈએ.
મહત્વ૫ુર્ણ નિબંધ
હું આશા રાખું છું કે તમને દિવાળી નિબંધ (Essay on Diwali in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.