ગાંધીજી વિશે 10 વાક્યોમાં નિબંધ |gandhiji essay in Gujarati 10 lines

મહાત્મા ગાંધીજી વિશે તો આ સૌએ ઘણુ બઘુ જાણયુ હશે. એમાંય જો તમે એક વિદ્યાર્થી છો તો તમારા માટે મહાત્મા ગાંધીજી વિશે પુરતી જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. આ૫ણા દેશને સ્વતંત્રતા અ૫ાવવામાં મહાત્મા ગાંધીજીનો મહત્વનો ફાળો રહયો હતો. આજે આ૫ણે મહાત્મા ગાંધીજી વિશે નિબંધ (gandhiji essay in Gujarati) લેખન કરીશુ. જે ૫રીક્ષાલક્ષી અને જીવન ઉ૫યોગી ૫ણી બની રહેશે.

ગાંધીજી વિશે 10 વાક્યોમાં નિબંધ (gandhiji essay in Gujarati 10 lines)

1) ગાંધીજીનું પુરુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે.

2) ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર જિલ્લામાં થયો હતો.

3) આ દિવસને વિશ્વ અહિંસા દિવસ અને ગાંધી જયંતિ તરીકે ઓળખવામાં આવે છે.

4) તેમના પિતા કરમચંદ ગાંધી દિવાન હતા.

5) તેમની માતા પુતલીબાઈ ધાર્મિક હતા.

6) તેમના લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે કસ્તુરબા ગાંધી સાથે થયા હતા.

7) તેમણે લંડનમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

8) બાપુએ જીવનના 3 સિદ્ધાંતો આપ્યા છે – સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય.

9) તેઓ આપણા ભારતના રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખાય છે.

10) તેઓ એક મહાન રાજકીય અને સામાજિક સુધારક હતા.

આ ૫ણ વાંચો:- 26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી

ગાંધીજી વિશે 10 વાક્ય (Mahatma Gandhi par 10 Vakya)

1) ભારતની આઝાદીમાં ગાંધીજીનું મહત્વનું યોગદાન છે.

2) તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમના રાજકીય ગુરુ માનતા હતા.

3) ગાંધીજી હંમેશા અસ્પૃશ્યતા અને અન્ય દુષણો વિરુદ્ધ હતા.

4) બાપુએ દેશની આઝાદી માટે અનેક આંદોલનો કર્યા.

5) મહાત્મા ગાંધી સ્વતંત્રતા ચળવળના મુખ્ય આધારસ્તંભ હતા.

6) ગાંધીજી દ્વારા બંધાયેલ પ્રથમ ‘સત્યાગ્રહ આશ્રમ’ હાલમાં રાષ્ટ્રીય સ્મારક છે.

7) ગાંધીજીએ લોકોની સેવા કરવા સાબરમતી નદીના કિનારે તેમનો પ્રથમ આશ્રમ બનાવ્યો હતો. (Must Read-Sabarmati Ashram)

8) ચંપારણ એ ભારતની આઝાદી તરફ ગાંધીજીની પ્રથમ ચળવળ હતી.

9) ગાંધીજી ખૂબ જ ઉદાર સ્વભાવના વ્યક્તિ હતા, તેઓ ગરીબો અને ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા હતા.

10) ચંપારણ, સવિનય કાનુનભંગ, અસહકાર અને મીઠાનો સત્યાગ્રહ ગાંધીજી દ્વારા હાથ ધરવામાં આવેલા ચળવળોમાં મહત્વપૂર્ણ હતા.

આ ૫ણ વાંચો :- ગાંધીજીના જીવન પ્રસંગો

મહાત્મા ગાંધીજી વિશે 100 શબ્દોમાં નિબંધ (Mahatma Gandhi Essay in Gujarati 100 Words)

મહાત્મા ગાંધીજીને જીવનભર તેમના મહાન કાર્યો માટે યાદ કરવામાં આવશે. તેઓ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને અહિંસાના પુજારી હતા. તેઓ આખી જીંદગી લાઠી સાથે લઇ ફર્યા ૫ણ કયારેય તેઓ ઉ૫યોગ ન કર્યો. તેમણે અહિંસાના આધારે ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું.

મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાત રાજ્યના પોરબંદર નામના શહેરમાં થયો હતો. જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. બાદમાં તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા જ્યાં તેમની કાળી ચામડીના કારણે ગોરા લોકો દ્વારા ભેદભાવ કરવામાં આવતો હતો. તેથી તેમણે આ અન્યાયી કાયદાઓમાં કેટલાક સકારાત્મક ફેરફારો લાવવા રાજકીય કાર્યકર બનવાનું નક્કી કર્યું. અને સૌપ્રથમ આંદોલન દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નિતીના વિરોઘ્ઘમાં ચલાવ્યુ.

ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા અને ભારતને આઝાદી અપાવવા માટે એક શક્તિશાળી અને અહિંસક ચળવળ શરૂ કરી. 1930માં ગાંધીજીએ દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઘણા ભારતીયોને દેશની આઝાદી માટે બ્રિટિશ શાસન સામે લડવા પ્રેરિત કર્યા.

મહાત્મા ગાંધીજી વિશે 100 શબ્દોમાં નિબંધ (Mahatma Gandhiji Essay in Gujarati 100 Words)

મહાત્મા ગાંધી ભારતના મહાન અને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ હતા, જેઓ આજે પણ તેમની મહાનતા, આદર્શવાદ અને મહાન જીવનના વારસા દ્વારા દેશ-વિદેશના લોકોને પ્રેરણા આપે છે. બાપુનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. ઑક્ટોબરનો બીજો દિવસ જ્યારે બાપુનો જન્મ થયો તે દિવસ ભારત માટે એક મહાન દિવસ હતો. તેમણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદી અપાવવામાં તેમની મહાન અને અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી. બાપુનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી જ તેઓ કાયદાનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા હતા. તેઓ 1891માં વકીલ તરીકે ભારત પાછા ફર્યા.

ભારત આવ્યા પછી, તેમણે બ્રિટિશ શાસનથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતીય લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. તેમણે ભારતીયોને મદદ કરવા અંગ્રેજો સામે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું. ભારતની આઝાદી માટે બાપુ દ્વારા શરૂ કરાયેલી અન્ય મુખ્ય પ્રવૃત્તિઓમાં 1920માં અસહકાર ચળવળ, વર્ષ 1930માં સવિનય અસહકાર ચળવળ અને 1942માં ભારત છોડો ચળવળ હતી. તમામ ચળવળોએ ભારતમાં બ્રિટિશ શાસનને હચમચાવી નાખ્યું અને ઘણા સામાન્ય નાગરિકોને આઝાદી માટે લડવા માટે પ્રેરણા આપી.

હું આશા રાખું છું કે તમને ગાંધીજી વિશે 10 વાક્યોમાં નિબંધ (gandhiji essay in Gujarati 10 lines) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment