Gold Price Update: જો ઘરમાં કોઇના લગ્ન હોય તો તરત જ ખરીદી લેજો સોનુ. જાણો નવીનતમ ભાવ

Gold Price Update: જો તમારા ઘરે કોઇના લગ્ન હોય કે તમે બજારમાંથી સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે મોડું કરવું ખોટનો સોદો થઇ શકે છે.. આ દિવસોમાં સોનું તેના ઉચ્ચ સ્તરના દરથી લગભગ રૂ. 1,300 સસ્તું વેચાઈ રહ્યું છે, જેનો તમે સરળતાથી લાભ લઈ શકો છો. જો હવે તમે સોનું ખરીદવામાં મોડું કરશો તો પસ્તાવો કરવાનો વારો આવશે.

Gold Price Update

લગ્નની સિઝન ચાલી રહી છે. જેના કારણે બજારમાં સોનાની કીંમતમાં જડપથી વધારો થયેલો જોવા મળે છે. તો બીજી તરફ સરાફા માર્કેટના જાણકારોના મતે ટૂંક સમયમાં જ આગામી દિવસોમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. બજારમાં સોનું 60300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 71400 રૂપિયા પ્રતિ કિલો નોંધાયું હતું.

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે, સોનું 151 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 60308 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ભાવ પર પહોંચી ગયું છે. ગુરુવારે સોનું 233 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું. આ પછી તે 60,157 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાતુ જોવા મળ્યુ હતુ.

Must Read : BSNL નો આ પ્લાન જીઓને પછાડી દેશે

જાણો તમામ કેરેટના સોનાના લેટેસ્ટ ભાવ

જો તમે દેશના સરાફા માર્કેટમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો તમને પહેલા કેરેટની ગણતરી આવડતી હોવી જોઈએ. જો તમે કેરેટની ગણતરી જાણતા નથી, તો તમારે છેતરપિંડીનો ભોગ બનવું પડી શકે છે. બજારમાં 24 કેરેટ સોનું 60308 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયું હતું. બજારમાં 23 કેરેટનો ભાવ 60067 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 22 કેરેટ રૂ. 55242, 18 કેરેટ રૂ. 45231 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેન્ડિંગમાં જોવા મળ્યા હતા. આ સાથે બજારમાં 14 કેરેટ સોનાની કિંમત 35,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોના અને ચાંદીના દરો બજારમાં ટેક્સ વગર જારી કરવામાં આવે છે.

આ રીતે જાણો સોનાના લેટેસ્ટ ભાવો

ખરીદી કરતા પહેલા તમે સવારે ઉઠીને ઘરે બેઠા સોના-ચાંદીના ભાવ જાણી શકો છો. આ માટે તમારે 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો રહેશે. તમને એસએમએસ દ્વારા થોડા જ સમયમાં માર્કેટમાં રેટ વિશે માહિતી મળશે. આ સાથે, તમે સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com જોઈ શકો છો.

Leave a comment