Gufi Paintal Passes Away- મહાભારત’ના ‘શકુની મામા’નું નિધન

Gufi Paintal Passes Away: મહાભારત સિરિયલમાં શકુની માતાનો કરીદાર નિભાવનાર અભિનેતા ગૂફી પેન્ટલનું નિધન થયું છે અને તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.

Gufi Paintal Passes Away- મહાભારત’ના ‘શકુની મામા’નું નિધન

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બીઆર ચોપરાના લોકપ્રિય ટીવી શો ‘મહાભારત’માં ‘શકુની’ની ભૂમિકા ભજવનાર અભિનેતા ગૂફી પેન્ટલનું નિધન થયું છે. તેઓ 78 વર્ષના હતા. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેના કો-સ્ટાર સુરેન્દ્ર પાલે મૃત્યુની પુષ્ટિ કરી છે.

સુરેન્દ્ર ઉપરાંત જાણીતી અભિનેત્રી ટીના ઘાઈએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 કલાકે કરવામાં આવશે. જ્યારે અભિનેતાની તબિયત બગડી, ત્યારે તેને ફરીદાબાદની એક હોસ્પિટલમાં અને પછી મુંબઈના અંધેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

અભિનેતા 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા.

ગુફી પેન્ટલ લગભગ 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું હતું. જોકે બે દિવસથી તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ આજે તે જીવન સાથેની લડાઈ હારી ગયો હતા. જણાવી દઈએ કે અભિનેત્રી ટીના ઘાઈએ સૌથી પહેલા ગૂફી પેન્ટલના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી. ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે, તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો..’ મીડિયા સાથે વાત કરતી વખતે અભિનેત્રીએ જણાવ્યું કે અભિનેતા અને તેના પરિવારના સભ્યોએ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

હૃદય બંધ થવાના કારણે મૃત્યુ પામ્યા

ગુફીના ભત્રીજા હિતેન પેન્ટલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ગુફી પેન્ટલનું સોમવારે સવારે 9 વાગ્યે અવસાન થયું. તેમનું હૃદય નિષ્ફળ ગયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ પહેલા હિતેન પેન્ટલે ‘નવભારત ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુફી પેન્ટલ છેલ્લા 10 વર્ષથી આઈસીયુમાં દાખલ હતા, જ્યાં ડોક્ટર્સ તેમની સતત દેખરેખ રાખી રહ્યા હતા. જોકે ગુફી પેન્ટલની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. પરંતુ 5 જૂને હૃદય બંધ થવાથી તેમનું અવસાન થયું હતું.

મહાભારતમાં શકુનીને મામા તરીકે મળી ઓળખ

ગુફીના કરિયરની વાત કરીએ તો, અભિનેતાએ 1975માં ‘રફુ ચક્કર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે 80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. જોકે, ગૂફીને વાસ્તવિક ઓળખ 1988માં બીઆર ચોપરાના સુપરહિટ શો ‘મહાભારત’થી મળી હતી. આ શોમાં અભિનેતાએ શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. ગુફી છેલ્લે સ્ટાર ભારતના શો ‘જય કન્હૈયા લાલ કી’માં જોવા મળ્યો હતાા

આમ એક મહાન હસ્તીના અચાનક અવસાન થી બોલીવુડ જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

Leave a comment