Gujarat Cyclone: ગુજરાત તરફ આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું – હવામાન વિભાગની મોટી આગાહી.

Gujarat Cyclone: ખૂબ જ ઝડપથી ગુજરાત તરફ ધસી આવતા વાવાઝોડાને લઇને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બની ગયેલ છે. આગામી સમયમાં કેવી સ્થિતિ સર્જાશે? તે બાબતે વિગતો તથા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે વિગતવાર સુચના તથા આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં હાલ ડિપ્રેશન સીસ્ટમ સક્રિય થઇ ગયેલ છે. જે આગામી 12 કલાક બાદ વાવાઝોડુંમાં ફેરવાઇ જવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. જેથી સાવચેતીના પગલાં સ્વરૂપે તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. દરિયા કિનારાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, વરસાદ અને થન્ડર સ્ટ્રોમ અંગે પણ આગાહી જાહેર કરવામાં આવી છે. (સરકાર દ્વારા જાહેર કરેલ પ્રેસ રીલીજ અહીંથી વાંચો)

વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ વ્યકત કરવામાં આવી છે. તારીખ 9 અને 10 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેથી સામાન્ય વરસાદની પણ શકયતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગઇકાલે અરબ સાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે આજે ડિપ્રેશનમાં ફેરવાયુ છે. હાલમાં ડિપ્રેશન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છે. તેની મુવમેન્ટ લગભગ ઉત્તર તરફ રહેવાની સંભાવના છે. સાથે જ તે આગામી 12 કલાકમાં સાયક્લોનમાં ફેરવવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજના સવારના 10.30 વાગ્યે જાહેર કરેલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વમાં બનેલું ડિપ્રેશન પોરબંદરથી દક્ષિણમાં 1160km દૂર સક્રિય થયું છે, હવે આ ડિપ્રેશન ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ થશે કે બીજી બાજુ ફંટાઇ જશે તેના પર હવામાન વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

નોંધ.ઉકત માહિતી વિવિધ મીડીયા સોર્શ આધારિત છે. જેની સંપુર્ણ સત્યતાની અમે ખાત્રી કરી શકતા નથી. વાવાઝોડની સચોટ અને અધિકારીત માહિતી માટે ગુજરાત સરકારશ્રીની હવામાન વિભાગની વેબસાઇટ https://mausam.imd.gov.in/ની મુલાકાત લેતા રહો. અફવાઓથી દુર રહો પરંતુ સાવચેતીમાં જરાય કચાસ ન રાખો. આજના સ્ટેટ ફોરકાસ્ટ માટે આ લીક પરથી માહિતી ડાઉનલોડ કરી લો.

Leave a comment