આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 નિબંધ, મહત્વ, ભાષણ | International Women’s Day 2022 Essay, Quotes, Slogan in gujarati

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, થીમ, વિષય, મહત્વ,નિબંધ, ભાષણ, અહેવાલ, સુવિચાર (International Women’s Day 2022 in Gujarati) (Quotes, Slogan, Theme, Essay, History, Events, Celebrated on)

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ સાંભળવામાં બહુ સારું લાગે છે, પરંતુ જ્યારે આ મુદ્દા પર એકાંતમાં ગહન વિચાર કરવામાં આવે છે, ત્યારે મનમાં એક પ્રશ્ન જરૂર થાય છે કે એવી તો શું સમસ્યા હતી, કે જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓને સન્માનિત કરવા માટે દિવસ ઉજવવાની જરૂર પડી. શું શરૂઆતથી જ મહિલાઓને સન્માન આપવાનો ઈરાદો હતો કે પછી તેઓએ પોતાની તકલીફોથી કંટાળીને આક્રોસમાં આ દિવસની ઉજવણી શરૂ કરી? ભારતની જેમ, શું સમગ્ર વિશ્વમાં મહિલાઓને તેમના અધિકારો અને સન્માન મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડ્યો હતો? આજે અમે આ લેખમાંથી તમારા આ બઘા જ પ્રશ્નોના જવાબ આપવા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું, આશા છે કે તે તમારા માટે ઉપયોગી થશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day in Gujarati)

નામઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
કયારથી ઉજવવામાં આવે છે૮ માર્ચ
શરૂઆત કયારે થઇ૧૯૧૧થી
શરૂઆત કયાંંથી થઇન્યૂયોર્ક
આ વર્ષે કયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાશે૧૧૧મો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમGender equality today for a sustainable tomorrow
(ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા જરૂરી છે)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઇતિહાસ, ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે ((International Women’s Day History)

મહિલા દિવસની શરૂઆત વર્ષ 1908માં ન્યૂયોર્કથી થઈ હતી, જ્યારે મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ અને તેમની નોકરીમાં સમય ઘટાડવાની માંગ સાથે રેલી કાઢી હતી. તદઉ૫રાંત મહિલાઓએ પોતાનો પગાર વધારવા અને મતદાનનો અધિકાર આપવાની પણ માંગ કરી હતી. એક વર્ષ પછી, આ દિવસને અમેરિકામાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.

આ પછી, વર્ષ 1910 માં, ક્લેરા ઝેટકીને કામ કરતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું સૂચન કર્યું. આ કોન્ફરન્સમાં 17 દેશોમાંથી લગભગ 100 વર્કિંગ વુમને હાજરી આપી હતી, આ તમામ મહિલાઓએ ક્લેરા ઝેટકીનના સૂચનને સમર્થન આપ્યું હતું. આ પછી, વર્ષ 1911 માં, પ્રથમ વખત 19 માર્ચે, ઘણા દેશોમાં મહિલા દિવસ એક સાથે ઉજવવામાં આવ્યો. જે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો. પરંતુ આજ સુધી તેની ઉજવણી માટે કોઈ દિવસ નક્કી કરવામાં આવ્યો ન હતો.

Must Read : ગાંધીજી વિશે નિબંધ

આ પછી, 1917 માં, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, રશિયાની મહિલાઓએ, કંટાળીને ખોરાક અને શાંતિ (બ્રેડ એન્ડ પીસ) માટે વિરોધ કર્યો. આ વિરોધ એટલો સંગઠિત હતો કે સમ્રાટ નિકોસને તેમનું પદ છોડવાની ફરજ પડી હતી અને આ પછી અહીં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. જે દિવસે રશિયન મહિલાઓએ આ હડતાલ શરૂ કરી તે 28 ફેબ્રુઆરી હતો અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં તે 8 માર્ચ હતો, ત્યારથી 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ બધી લડત થઇ તેમ છતાં, તેને ઘણા વર્ષો પછી 1975 માં સત્તાવાર માન્યતા મળી, અને ત્યારથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને એક થીમ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. તેની પ્રથમ થીમ “ભૂતકાળની ઉજવણી અને ભવિષ્ય માટે આયોજન” હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉદ્દેશ્ય અને મહત્વ (International Women’s Day Objective and Importance)

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉદ્દેશ્યો સમય અને સમાજમાં મહિલાઓની બદલાતી સ્થિતિ સાથે બદલાતા રહ્યા છે. શરૂઆતમાં 19મી સદીમાં તેની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો, પરંતુ હવે સમય બદલાતા, તેનો હેતુ ૫ણ બદલાઇ ગયો છે જે નીચે મુજબ છે.
  • મહિલા દિવસની ઉજવણીનો સૌથી મહત્વનો હેતુ મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા જાળવવા છે. આજે પણ દુનિયાના ઘણા એવા ભાગો છે જ્યાં મહિલાઓને સમાનતાનો અધિકાર નથી. જ્યાં મહિલાઓને નોકરીમાં પ્રમોશનમાં અવરોધોનો સામનો કરવો પડે છે, ત્યાં મહિલાઓ હજુ પણ સ્વરોજગાર ક્ષેત્રે પછાત છે.
  • ઘણા દેશોમાં હજુ પણ મહિલાઓ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં પછાત છે. આ સિવાય મહિલાઓ સામે હિંસાના કિસ્સાઓ પણ જોવા મળી રહયા છે. મહિલા દિવસની ઉજવણીનો એક હેતુ લોકોને આ બાબતે જાગૃત કરવાનો પણ છે.
  • રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહિલાઓની સંખ્યા હજુ પણ પુરુષો કરતાં ઘણી ઓછી છે અને મહિલાઓનું આર્થિક સ્તર પણ પછાત છે. મહિલા દિવસની ઉજવણીનો એક હેતુ મહિલાઓને આ દિશામાં જાગૃત કરવાનો અને ભવિષ્યમાં પ્રગતિ માટે તૈયાર કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 (International Women’s Day 2022)

જ્યારે ઘણા દેશોમાં એક સાથે મહિલા દિવસ ઉજવવામાં આવતો હતો, તે વર્ષ 1911 થી ગણતરી કરીએ તો વર્ષ 2022 માં તે 111મો મહિલા દિવસ ગણાય, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. આ દિવસ 8 માર્ચ 2022ના રોજ સમગ્ર વિશ્વમાં એકસાથે પોતાની રીતે ઉજવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમ Gender equality today for a sustainable tomorrow એટલે કે ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા જરૂરી છે એવો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થીમ (International Women’s Day Theme)
મહિલા દિવસ 1996 થી એક ચોક્કસ થીમ સાથે ઉજવવામાં આવે છે, વર્ષ 1996 માં તેની થીમ ભૂતકાળની ઉજવણી અને ભવિષ્ય માટે આયોજન હતી. આ પછી ઘણા દેશો એક નવી થીમ અને નવા હેતુ સાથે તેની ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં મહિલા દિવસની થીમ નીચે મુજબ હતી –

વર્ષથીમ (વિષય)
2018 આ વર્ષની થીમ મહિલાઓને તેમના વિકાસ માટે પ્રોત્સાહિત કરવાની હતી
2019Think Equal, Build Smart, Innovate for Change (સમાન વિચારો, સ્માર્ટ બનાવો, પરિવર્તન માટે નવીન કરો)
2020દરેક માટે સમાન (Each For Equal) 
2021Women in leadership: Achieving an equal future in a COVID-19 world (મહિલા નેતૃત્વ: કોવિડ-19ની દુનિયામાં સમાન ભવિષ્ય હાંસલ કરવું)
2022Gender equality today for a sustainable tomorrow એટલે કે ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા જરૂરી છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે? (How to Celebrate International Woman’s Day)

અફઘાનિસ્તાન, ચીન, કંબોડિયા, નેપાળ અને જ્યોર્જિયા જેવા ઘણા દેશોમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે, તો કેટલાક દેશોમાં અડધો દિવસની રજા આપવામાં આવે છે. કેટલાક દેશોમાં, બાળકો આ દિવસે તેમની માતાને ભેટ આપે છે, જ્યારે ઘણા દેશોમાં, આ દિવસે પુરુષો તેમની પત્નીઓ, મિત્રો, માતા બહેનો વગેરેને ભેટ તરીકે ફૂલ આપે છે. ભારતમાં, મહિલાઓને સન્માન આપીને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઘણી સંસ્થાઓ દ્વારા આ દિવસે વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભલે દરેક દેશમાં આ દિવસ ઉજવવાની રીત અલગ-અલગ હોય, પરંતુ તેનો હેતુ દરેક જગ્યાએ એક જ છે, દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ મહિલાઓ માટે સમાનતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ભાષણ(International Women’s Day Speech in Gujarati)

નારી, આ કોઈ સામાન્ય શબ્દ નથી પણ એક એવુસન્માન છે જેને દેવત્વન અપાયેલું છે. વૈદિક કાળથી સ્ત્રીઓનું સ્થાન દેવતાઓ સમાન છે, તેથી સ્ત્રીઓની સરખામણી દેવી-દેવતાઓ સાથે કરવામાં આવે છે. જ્યારે પણ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. નવી પરણેલી પુત્રવધૂ જ્યારે ઘરમાં પ્રથમ ૫ગ મુકે ત્યારે પણ તેની સરખામણી લક્ષ્મીના આગમન સાથે કરવામાં આવે છે. શું તમે ક્યારેય એવુ સાંભળ્યું છે કે પુત્રના જન્મ પછી આવી સરખામણી કરવામાં આવી હોય ? કે ઘરમાં કુબેર આવ્યા છે કે વિષ્ણુનો જન્મ થયો છે. ના. આ સન્માન માત્ર સ્ત્રીઓને જ મળે છે, જે વેદ-પુરાણોથી ચાલી આવેલ છે, ૫રંતુ આજના સમાજે સ્ત્રીઓને એ સન્માન આપ્યું નથી, જે ખરેખર તેમને વૈદિક કાળથી જન્મથી જ મળે છે.

હંમેશા નારીઓને કમજોર ગણવામાં આવે છે અને તેમને ઘરમાં રસોઈ બનાવનારી પાલન પોષણ કરનારી કહેવામાં આવે છે, તેને જન્મ આપનારી અબળા નારી તરીકે જોવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મહિલાઓને શિક્ષણની જરૂર નથી, ૫રંતુ આ૫ણે એ ભુલવુ ન જોઇએ કે આ૫ણે જેમની પુજા કરીએ છીએ તે માતા સરસ્વતી જે વિદ્યાની દેવી છે તે પણ એક સ્ત્રી છે. તેમ છતાં આ સમાજ મહિલાઓને શિક્ષણને લાયક ગણતો નથી. રાક્ષસોને મારવા માટે જન્મ લેનાર મા દુર્ગા પણ સ્ત્રી છે તો ૫ણ આ સમાજ સ્ત્રીઓને કમજોર માને છે. મને તો વિચાર આવે છે કે આ સમાજ સ્ત્રીઓ માટે અબળા જેવા શબ્દો ક્યાંથી લાવે છે? જ્યારે કોઈ વેદ કે પુરાણમાં ૫ણ સ્ત્રીઓનું સ્થાન નીચુ દર્શાવ્યુ નથીી . આવી સ્થિતિમાં, મહિલાઓએ તેમની શક્તિને સમજવાની અને એકબીજા સાથે એક થઈને ઊભા રહેવાની અને પોતાને સન્માન આપવાની જરૂર છે,

મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. પરંતુ આજે સ્ત્રીઓની જે હાલત છે તે કોઈનાથી છુપી નથી અને આ સ્થિતિ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. જ્યાં મહિલાઓને પોતાનું યોગ્ય સ્થાન મળ્યું નથી. એક દિવસ તેના નામે ઉજવવાથી ફરજ પૂરી થતી નથી. આજના સમયમાં સ્ત્રીએ પોતાના અસ્તિત્વ અને ઓળખ માટે દરેક ક્ષણે લડવું પડે છે. અરે શરમજનક વાત તો એ છે કે આજે આપણા દેશમાં દીકરી બચાવો જેવી યોજનાઓ ચાલુ કરવાની સરકારને ફરજ ૫ડી છે, સરકાર દ્વારા ઘરે દીકરી જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આ૫વાનું અભિયાન ચલાવુ ૫ડે છે. સમાજના નિયમોના કારણે સમાજમાં બાળકીનું સ્થાન નબળું પડી ગયું છે, જેને હવે બદલવાની જરૂર છે. આજ સુધી જે થઈ રહ્યું છે તેને બદલવાની જરૂર છે, જેના માટે પહેલા બાળકીને જીવનનો અધિકાર અને પછી શિક્ષણ મળવું જરૂરી છે, તો જ આ દેશમાં મહિલાઓની સ્થિતિ સુધરશે.

Must Read : ગંગુબાઈ કાઠિયાવાડીનો જીવન૫રિચય

હું આશા રાખું છું કે તમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment