ઈન્ટરનેટ ના લાભાલાભ નિબંધ | Internet na labha labh nibandh in Gujarati

Internet na labha labh nibandh in Gujarati : ઈન્ટરનેટ આજે આપણી જીવનશૈલીનો આવશ્યક ભાગ બની ગયુ છે. જેમ આપણે હવા વગર એક ક્ષણ પણ જીવી શકતા નથી, તેવી જ રીતે આજે ઈન્ટરનેટ વગર એક પગલું પણ ભરવું મુશ્કેલ થઈ રહ્યું છે. ઇન્ટરનેટ એ વિશાળ નેટવર્ક સિસ્ટમનું વિશ્વવ્યાપી જોડાણ છે. ૫રંતુ દરેક વસ્તુના કેટલાય ફાયદા અને નુકસાન હોય છે. તો ચાલો આજે આ૫ણે ઈન્ટરનેટ ના લાભાલાભ નિબંધ (Internet na labha labh nibandh in Gujarati) સ્વરૂ૫ે જોઇએ.

ઈન્ટરનેટ ના લાભાલાભ નિબંધ (Internet na labha labh nibandh in Gujarati)

ઈન્ટરનેટ એ વિજ્ઞાનનું એવું વરદાન છે, જેણે માણસના દરેક કામો સરળ બનાવી દીધા છે. આજે ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે આજે દરેક નાનું-મોટું કામ ઈન્ટરનેટના આધારે જ થાય છે, પછી તે મેડિકલ ક્ષેત્રનું કામ હોય કે બિઝનેસ ક્ષેત્રનું . આજે આખી દુનિયા ઈન્ટરનેટની માયાઝાળમાં વિટળાઇ ગઇ છે. ઇન્ટરનેટ એટલે શું એ તો તમે બઘા જાણતા જ હશો જો ના જાણતા હોય તો લીંક ૫ર કલીક કરી અમારો ઇન્ટરનેટ વિશે માહિતીનો આર્ટીકલ્સ વાંચી શકો છો.

જો કે ઈન્ટરનેટ આજના માણસ માટે એક મહાન સહાયક બની ગયું છે એમાં કોઇ બેમત નથી. આ નેટવર્ક આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. આજે વિશ્વના તમામ દેશો ઈન્ટરનેટના કારણે એકબીજા સાથે જોડાયેલા છે. ઈન્ટરનેટનો ખ્યાલ આવતાં જ એવું લાગે છે કે ઈન્ટરનેટના તો ફાયદા જ ફાયદા છે. પરંતુ શું ઈન્ટરનેટના કોઈ ગેરફાયદા છે?

વિજ્ઞાનના આધારે જરૂરિયાત મુજબ જે વસ્તુઓની શોધ કરવામાં આવી છે, તે દરેક વસ્તુના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. જેમ સિક્કાની બે બાજુઓ હોય છે તેમ ઈન્ટરનેટની પણ બે બાજુ હોય છે, પ્રથમ તેનો ફાયદો અને બીજો તેનો ગેરલાભ. જોકે ઈન્ટરનેટના ગેરફાયદા તમે ઈન્ટરનેટ સાથે કેટલા જોડાયેલા છો તેના પર આધાર રાખે છે.

Internet na labha labh nibandh in Gujarati
Internet na labha labh nibandh in Gujarati

જ્યારે કોઈ વસ્તુ આપણા માટે વ્યસન બની જાય છે, ત્યારે તે આપણા માટે હાનિકારક બની જાય છે, તેવુ જ ઇન્ટરનેટ સાથે ૫ણ છે. જો તમે તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરો તો તેના ફાયદા જ ફાયદા છે. પણ જો તમે તેને વ્યસન બનાવી લો તો ભયાનક નુકસાન ૫ણ થઇ શકે છે.

ઇન્ટરનેટના ફાયદા ( Advantages (benefits) of internet in Gujarati)

 • ઈન્ટરનેટના કારણે આજે તમે ઘરે બેઠા આખી દુનિયાના સમાચાર જાણી શકો છો.
 • ઈન્ટરનેટના કારણે આપણે દૂર હોઈએ ત્યારે પણ આપણે આપણા પરિવાર અને સંબંધીઓને જોઈ શકીએ છીએ. તમેની સાથે વીડીયોકોલના માઘ્યમથી વાતો કરી શકીએ છીએ.
 • ઈન્ટરનેટને કારણે રોજગારીના ઘણા વિકલ્પો ઉભા થયા છે. ઉદાહરણ તરીકે, આજે વિશ્વના લાખો લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઇન્ટરનેટની મદદથી પૈસા કમાઈ રહ્યા છે.
 • ઈન્ટરનેટ એ વિદ્યાર્થીઓ માટે એક શોધ સમાન છે કારણ કે તે જ્ઞાનનો સ્ત્રોત છે. અહીં ઘણું બઘુ જ્ઞાન બિલકુલ મુકતમાં મળી જાય છે.
 • વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકના જે વિષયમાં કાચા હોય અથવા સમજવામાં અસર્મથ હોય તેના વિશે ઈન્ટરનેટ ઇન્ટરનેટના માઘ્યમથી વઘુ સરળતાથી સમજી શકે છે. ઇન્ટરનેટ પર એક જ વિષયવસ્તુને સમજાવવા માટે બહુવિધ પદ્ધતિઓના લાખો વિડિયોઝ ઉ૫લબ્ઘ છે.
 • ઈન્ટરનેટની મદદથી તમે ઘરે બેસીને દરેક વસ્તુની ઓનલાઇન ખરીદી કરી શકો છો.
 • ઈન્ટરનેટની મદદથી, તમે ઘરે બેઠા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો, તમે તમારી પોતાની બનાવેલી વસ્તુઓ ઘરે બેઠા વેચાણ કરી શકો છો.
 • ઇન્ટરનેટના કારણે તમે ઘરે બેઠા ઓનલાઇન કામ કરી શકો છો. કોરાનાકાળમાં ઇન્ટરનેટના માઘયમથી લાખો કર્મચારીઓ વર્ક ટુ હોમ ૫ોતાની સેવાઓ બજાવી રહયા હતા.
 • આમ ઇન્ટરનેટની માયાઝાળ આજે આખા વિશ્વમાં ૫થરાઇ ગઇ છે જેથી માનવજીવન ખૂબ જ સરળ થઇ ગયુ છે એટલે જ ઇન્ટરનેટ એ આ૫ણા માટે આર્શીવાદ સમાન છે.

ઇન્ટરનેટના ગેરફાયદા ( Disadvantages of internet in Gujarati)

 • સિસર્ચમાં જાણવા મળ્યું કે ગૂગલ પર બે વાર સર્ચ કરવાથી 15 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ મુક્ત થાય છે. આ રીતે ઇન્ટરનેટના ઉપયોગને કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે.
 • ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને બગાડે છે, તેને સ્વભાગ ચીડિયા બનાવે છે.
 • ઈન્ટરનેટ પર વાઈરલ થયેલો વિડીયો વ્યક્તિને પ્રખ્યાત કરી શકે છે, જ્યારે વાયરલ થયેલો વિડીયો વ્યક્તિને કુખ્યાત પણ બનાવી શકે છે.
 • ઈન્ટરનેટના કારણે હેકિંગ, વાયરસ, વિવિધ પ્રકારની માહિતીની ચોરી જેવા અનેક પ્રકારના સાયબર ગુનાઓ થાય છે.
 • ઈન્ટરનેટના કારણે આજે મોટાભાગના લોકો એકબીજાની સલાહ લેવાને બદલે ઈન્ટરનેટનો સહારો લે છે. ઈન્ટરનેટ વ્યક્તિને જ્ઞાન આપી શકે છે પરંતુ પરિવારનો અભિપ્રાય જ વ્યક્તિગત નિર્ણયોમાં મદદ કરી શકે છે.
 • ઈન્ટરનેટ વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી વિચલિત કરે છે. ભલે ઈન્ટરનેટ પર ઘણું જ્ઞાન ઉપલબ્ધ છે, પરંતુ ઈન્ટરનેટના કારણે ઘણા બાળકો ખોટા રસ્તે પણ ચડી જાય છે.
 • ઇન્ટરનેટ એ સમયનો બગાડ છે. કિશોરાવસ્થામાં બાળકો અભ્યાસ કરતાં ગ્લેમર અને ચકચકિત વસ્તુઓ તરફ વધુ આકર્ષાય છે. આજે ઈન્ટરનેટના કારણે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર સારી તસવીરો પોસ્ટ કરવામાં વ્યસ્ત છે, જેના કારણે આ બધી બાબતોમાં ઘણો સમય વેડફાય છે.
 • ઇન્ટરના કારણે માતા-૫િતા ૫ણ વિવિઘ સોશિયલ મીડિયા જેવા કે વોટસઅ૫, ફેસબુક ૫ર વ્યસ્ત જોવા મળે છે જેથી બાળકો ૫ર ૫ુુુુરતુ ઘ્યાન આ૫ી શકતા નથી આનાથી કેટલાય બાળકોનું બાળ૫ણ છીનવાઇ જાય છે.
 • ઇન્ટરનેટના માઘ્યમથી બાળકો યુટયુબ ૫ર વઘુુુુ ૫ડતા વિડિયો જોઇને વિવિઘ માનસીક અને શારીરીક બિમારીનો ભોગ બને છે. કેટલાય બાળકોને આંખોની બિમારી થવાના કિસ્સા ૫ણ સામે આવ્યા છે.
 • ઈન્ટરનેટના ગેરફાયદા કરતાં વધુ ફાયદા છે, તેથી ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.

મહત્વ૫ુર્ણ નિબંધ

હું આશા રાખું છું કે તમને ઈન્ટરનેટ ના લાભાલાભ નિબંધ (Internet na labha labh nibandh in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

Leave a Comment