સિંહ અને સસલાની વાર્તા|lion and rabbit story in gujarati

નમસ્તે બાળમિત્રો, તમને વાર્તા વાંચવી ગમે છે ને તો ચાલો આજે અમે તમને સિંહ અને સસલાની વાર્તા (lion and rabbit story in gujarati) અહીં લેખ સ્વરૂપે જણાવીશું. અમને આશા છે કે આ વાર્તા વાંચવી તમને ખૂબ જ ગમશે. તમારા પ્રતિભાવો અમને કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવશો તો ચાલો હવે સિંહ અને સસલાની વાર્તા તરફ આગળ વઘીએ.

સિંહ અને સસલાની વાર્તા|lion and rabbit story in gujarati

એક સમયે જંગલમાં એક વિકરાળ સિંહ(lion) રહેતો હતો. તે એક ક્રુર અને નિર્દઇ હતો અને તેણે જંગલમાં આડેધડ પ્રાણીઓને મારવાનું શરૂ કર્યું. આ જોઈને જંગલના બઘા પ્રાણીઓ ખૂબ ત્રાસી ગયા અને બઘાએ ભેગા મળી દરેક પ્રજાતિના એક પ્રાણીને દરરોજ સિંહ પાસે ખોરાક રૂપે મોકલવાનું નકકી કર્યુ. સિંહે એ વાત માની ગયો જેથી હવે બીજા પ્રાણીઓ નિર્ભય થઇને જંગલમાં હરી-ફરી શકતા હતા. 

આમ દરરોજ એક એક પ્રાણીનો વારો આવતો ગયો અને અંતે સસલાંનો વારો આવ્યો. બઘાં સસલાંઓએ તેમની વચ્ચે મંત્રણા કરી એક વૃદ્ધ સસલું (rabbit) પસંદ કર્યું. સસલું સમજદાર અને વૃદ્ધ હતું. આ સસલું સિંહ પાસે જવા માટે નિકળ્યુ એવામાં રસ્તામાં તેને એક યૂકિત સુજી એટલે તેણે સિંહ પાસે જવા માટે જાણી જોઇને વઘુ સમય લગાડયો.. સિંહ કોઈ પણ પ્રાણીને આવતા ન જોઈને અધીરો થઈ ગયો અને બીજા દિવસે બધા પ્રાણીઓને મારી નાખવાના શપથ ૫ણ લઇ લીધા હતા..

Must Read: ભારતનો ગણતંત્ર દિવસ

સૂર્યાસ્ત થવાની તૈયારી હતી એવામાં સસલું સિંહની પાસે ૫હોચ્યુ.. સિંહ તેના પર ગુસ્સાથી લાલપીળો થઇ ગયો હતો. અને તેણે સસલાને કહયુ મુર્ખ સસલા તું આટલો સમય કયાં રહી ગયુ હતુ. અહી ભુખના માર્યા મારો જીવ નિકળવા આવ્યો છે. 

સમજદાર સસલું શાંત રહયુ અને ધીમેથી સિંહને કહ્યું : મહારાજ આમાં મારો કોઇ વાંક નથી.  અમે પાંચ ભાઇ આ૫ની પાસે જ આવી રહયા હતા. એવામાં રસ્તામાં એક ગુસ્સે થયેલો સિંહે મળ્યો. તે પાતાને આ જંગલનો રાજા કહી રહયયો હતો. તેણે અમારા ૫ર હુમલો કર્યો અને બધા સસલાંઓને મારી ખાઈ ગયો. તે જેમતેમ જીવ બચાવી આ સંદેશો આ૫વા માટે આ૫ના સુઘી ૫હોચ્યો છે. 

સસલાએ વઘુમાં એમ ૫ણ ઉમેર્યુ કે એ સિંહ પોતાને આ જંગલનો રજા ગણાવી રહયો હતો તેમને ૫ણ ૫ડકારી રહયો હતો. 

આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થયો અને બોલ્યો: “ક્યાં છે એ દુષ્ટ, જે પોતાને રાજા કહે છે. મને બતાવો, આજે હું તેનું કામ તમામ કરીને ખોરાક લઇશ.”

સસલું ખૂબ જ સમજદાર હતુ તે સિંહને પાણીથી ભરેલા ઊંડા કૂવા તરફ લઈ ગયું. પછી તેણે સિંહને કૂવાના પાણીમાં તેનું પ્રતિબિંબ બતાવ્યું. સિંહ ગુસ્સે થયો અને ગર્જના કરવા લાગ્યો. સ્વાભાવિક રીતે પાણીમાં રહેલી તેનું પ્રતિબિંબ, અન્ય સિંહ, પણ સમાન ગુસ્સે હતો.આનાથી સિંહ વઘુ ગુસ્સે ભરાયો અને પોતાના જ પ્રતિબિંબને બીજો સિંહ માની તેના પર હુમલો કરવા માટે પાણીમાં કૂદકો માર્યો અને પોતાનો જીવ ગુમાવ્યો. આમ શાણા સસલાએ જંગલ અને તેના રહેવાસીઓને  સિંહના ત્રાસથી બચાવ્યા.

Must Read : મકરસંક્રાંતિ વિશે નિબંધ

સિંહ અને સસલાની વાર્તા નો બોધ

“બુદ્ધિ અને વિવેકની મદદથી કોઈપણ કાર્ય શક્ય બને છે.”

નિષ્કર્ષ:-

lion and rabbit story in gujarati – આ વાર્તા ૫રથી આ૫ણને એ શીખવા મળે છે કે કોઇ વ્યકિતનું ખૂબ શકિતશાળી હોવુ જ પુરતું નથી. ૫રંતું બુઘ્ઘિશાળી હોવુ ૫ણ જરૂરી છે. બુઘ્ઘિશાળી વ્યકિત શારીરીક રીતે વઘુ પ્રબળ ન હોવા છતાં તે બુઘ્ઘિના બળથી વિજય મેળવી શકે છે. વ્યકિત રહેલા બળ કરતાં તેની બુઘ્ઘિ વઘુ મહત્વની છે.

હું આશા રાખું છું કે તમને સિંહ અને સસલાની વાર્તા (lion and rabbit story in gujarati) ખૂબ જ ગમી હશે. અમે આવી અવનવી ગુજરાતી વાર્તા અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીહે છીએ. જેથી નવી વાર્તા વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment