matruprem essay in gujarati |માતૃપ્રેમ નિબંધ

matruprem essay in gujarati (માતૃપ્રેમ નિબંધ):- જનની, મા કે માતા શબ્દ ઉચ્ચારતાં જ આંખો સામે એવી દિવ્ય મૂર્તિ આવીને ઉભી રહી જાય છે, જેની માયા-મમતાનો કોઈ અંત નથી. ત્રૈલોક્યના સિંહાસન પર બેસવાના આનંદ કરતાં ૫ણ માતાના ખોળામાં બેસવાનો આનંદ વધારે સુખદાઇ હોય છે.

દરેક વ્યકિતના જીવનમાં ‘મા’ નું સ્થાન અમૂલ્ય છે. મા વિના આ ધરતી પર કોઈ પણ માનવી શું ૫શુ ૫ણ પોતાના જીવનની કલ્પના કરી શકતો નથી. જો આ પૃથ્વી પર મા ન હોત તો આપણું કોઇનું અસ્તિત્વ ન હોત.

કોઈપણ વ્યક્તિનું જીવન તેની ‘મા’થી શરૂ થાય છે. ‘મા’ એ માત્ર શબ્દ નથી પરંતુ એ શબ્દમાં જ સમગ્ર વિશ્વ સમાઈ જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ ફક્ત તેની માતા જ હોય છે. કહેવાય છે કે ભગવાન દરેક વખતે બધાની સાથે ૫હોચી શકતો ન થી તેથી તેણે ‘મા’ નું નિર્માણ કર્યુ હશે.

matruprem essay in gujarati 100 words, 200 words

આજે આ૫ણા આ લેખનનો મુખ્ય ઉદ્દેશ, માની મમતા, માતાનો પ્રેમ એટલે કે માતૃપ્રેમ વિશે નિબંધ લેખન કરવાનો છે અહી અમે તમને માતૃપ્રેમ વિશે શ્રેષ્ઠ નિબંધનો ઉદાહરણ રૂ૫ નમૂનો પ્રસ્તુત કરવાનો પુરો પ્રયત્ન કરીશું તો ચાલો મા એટલે કે માતૃપ્રેમ વિશે નિબંધ (matruprem essay in gujarati) લેખન કરીએ.

જીવનનો પાયો:-

મા એ માત્ર એક શબ્દ નથી પરંતુ દરેક વ્યક્તિના જીવન જીવવાનો આધાર છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં માતા ન હોય તો તેનું જીવન અધૂરું રહે છે. દરેક માતા તેના બાળકની સંભાળ રાખે છે.

તેના બાળકને સારા સંસ્કાર આપે છે અને તેને જીવન જીવવાની રીત શીખવે છે. તે પોતાના બાળકને આ દેશ અને સમાજનો સારો નાગરિક બનાવે છે.

જીવનમાં માતાની ભૂમિકા:-

દરેકના જીવનમાં માતાની ભૂમિકા અલગ-અલગ હોય છે. તે બીજા લોકો કરતાં અનમોલ હોય છે. માતા તેના દરેક બાળકની ખૂબ કાળજી લે છે.

માતાનો આખો દિવસ તેના બાળકની જરૂરિયાતો પૂરી કરવામાં પસાર થાય છે. તે અ૫ણા માટે દરરોજ ખૂબ મહેનત કરે છે. દરેક માતા હંમેશા તેના બાળકની સુખાકારી વિશે જ વિચારે છે. માતા આપણા પ્રથમ ગુરુ અને પ્રથમ ગુરુકુળ છે.

matruprem essay in gujarati
matruprem essay in gujarati

ભગવાનનું સ્વરૂપ એટલે મા:-

માતાને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. દરેક બાળકને મદદ કરવા માટે ભગવાન આ પૃથ્વી પર દરેક જગ્યાએ હોઈ શકતા નથી. માતાનો પ્રેમ અને સ્નેહ મેળવવા માટે ભગવાન પણ આ ધરતી પર જન્મ લે છે.

માતા જેવું દયાળુ અને પરોપકારી આ દુનિયામાં કોઈ નથી. માતા જેટલું ત્યાગ અને સમર્પણ કોઈ મનુષ્ય કરી શકતો નથી.

પ્રાણીઓ અને પક્ષીઓમાં માતૃત્વનો સ્નેહ:-

માતાનો પ્રેમ સ્વાભાવિક છે. વિશિષ્ટ માતૃપ્રેમના ઘણા ઉદાહરણો પ્રાણીઓમાં પણ જોવા મળે છે. વાંદરો હંમેશા પોતાના બચ્ચાને પેટ સાથે વળગાડી રાખે છે. બિલાડી તેના બચ્ચાને મોંમાં દબાવીને લઈ જાય છે, પરંતુ તેના દાંતનો સહેજ ભાગ ૫ણ બચ્ચાના શરીર પર પડવા દેતી નથી. કાંગારુ પોતાના બચ્ચાને પેટની કોથળીમાં જ રાખે છે. ચકલી પોતે ભૂખ્યા હોવા છતાં પણ તેના બચ્ચાને ખવડાવે છે.(વાંચો:- વિશ્વ ચકલી દિવસ) એટલું જ નહીં, ઘણી વખત પશુ-પક્ષીઓ પોતાના બચ્ચાની સુરક્ષા માટે પોતાનો જીવ પણ આપી દે છે. આમ ‘મા’ની મમતા કંઇ માનવી ૫ુરતી જ સમિત નથી. પ્રાણીઓમાં ૫ણ માની મમતાનો અપાર પ્રેમ જોવા મળે છે.

અપાર પ્રેમનો ખજાનો એટલે મા :-

માતૃપ્રેમની સરખામણીમાં દુનિયાના તમામ પ્રેમ અને સંબંધો બનાવટી લાગે છે. બાળકનું સ્મિત જોઈને માતા સ્વર્ગીય સુખ અનુભવે છે. જ્યારે બાળક રડે છે, ૫ડે છે અથવા ક્યારેક ઠોકર ખાય છે અને જમીન પર પડી જાય છે, ત્યારે માતા ખૂબ જ સ્નેહથી તેને ઉપાડી લે છે અને તેને ખુશ કરવા માટે ચુંબન કરે છે. તેનું બાળક ભલે મંદબુદ્ઘિ, અંધ કે અ૫ંગ હોય તો પણ તેના માટે માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. દરેક મા માટે તેનું બાળક સૌથી સુંદર અને સ્વરૂ૫વાન જ હોય છે ૫છી ભલે તે રંગે શ્યામ કેમ ન હોય. મા તેના બઘા જ બાળકોને એક સરખો પ્રેમ કરે છે. જ્યારે બાળક બીમાર હોય છે ત્યારે માતા તેની સંભાળમાં દિવસ-રાત એક કરે છે.

માતાના પ્રેમનો અભાવ :-

માતાના નિઃસ્વાર્થ અને સ્વાભાવિક પ્રેમને કારણે બાળકમાં અનેક ગુણોનો વિકાસ થાય છે. માતાના સારા વર્તન, સંવાદિતા અને સાચા સ્વભાવની અમીટ છાપ બાળકના મન પર પડે છે. માતાનો પ્રેમ જ બાળકને શ્રેષ્ઠ મનુષ્ય બનાવે છે. માતાનું એક સમયનું પ્રોત્સાહન ધ્રુવ માટે ધ્રુવનું પદ પ્રાપ્ત કરવાનું કારણ બની ગયું હતું. જો માતા જીજાબાઈએ શિવાજીને કડક શિક્ષણ ન આપ્યું હોત તો શિવાજી છત્રપતિ ન બની શક્યા હોત. મોહનમાંથી મહાત્મા ગાંધી બનાવનાર બીજુ કોઇ નહીં ૫ણ તેમના માતા પુતલીબાઈ જ હતા. ખરેખર, વાત્સલ્યમૂર્તિ માતાઓએ અનેક નરરત્નોનું સર્જન કર્યું છે.

આ ૫ણ વાંચો:- આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિબંધ

માતા પ્રત્યેની ફરજ:-

દરેક માતા પોતાના બાળક માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. માતા આખી જિંદગી આપણા માટે મુશ્કેલીઓ સહન કરે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ માતા પ્રત્યે આપણી કેટલીક ફરજો ૫ણ બને છે.

આપણે આપણી માતાની દરેક જરૂરિયાત પૂરી કરવી જોઈએ અને તેમને હંમેશા સુખ આપવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરવી જોઈએ.

આપણા દેશમાં દર વર્ષે 12મી મેના રોજ મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ માતાઓને આદર આપવામાં આવે છે. માત્ર મધર્સ ડેના દિવસે જ નહીં ૫રંતું આ૫ણે દરરોજ માતાનું સમ્માન કરવુ જોઇએ.

  • ૫રીક્ષાલક્ષી કેટલાક અગત્યના નિબંધ :-

હું આશા રાખું છું કે તમને matruprem essay in gujarati (માતૃપ્રેમ નિબંધ) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment