રેલવે સ્ટેશન નિબંધ | Railway Station Essay in Gujarati

Railway Station Essay in Gujarati: નમસ્કાર મિત્રો, આજે આપણે રેલવે સ્ટેશન વિશે વાત કરવાના છીએ. દરેક વ્યક્તિએ રેલવે સ્ટેશન તો જોયુ જ હશે, કારણ કે દરેક બાળકોને રેલવેમાં મુસાફરી કરવી ખૂબ ગમે છે. તો આવો જાણીએ રેલવે સ્ટેશન વિશેના કેટલાક રસપ્રદ તથ્યો, જે કદાચ તમે પહેલા કયારેય નહીં સાંભળ્યા હોય. આ લેખ તમને રેલવે સ્ટેશન નિબંધ (Railway Station Essay in Gujarati) લેખન માટે પણ ઉપયોગી થશે.

રેલવે સ્ટેશન નિબંધ (Railway Station Essay in Gujarati)

રેલવે સ્ટેશન એવી જગ્યા છે જ્યાં ટ્રેનોની અવરજવર થાય છે. ટ્રેનનું કામ પેસેન્જરો કે માલસામાનની હેરફેરનું છે. આમ તો સામાન્ય રીતે લોકો બસમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે પરંતુ જો તમારે વધારે અંતરના સ્થળે ઝડપથી અને આરામદાયક રીતે પહોચવુ હોય તો રેલવેની મુસાફરી અનુકુળ ગણાય છે. રેલવેની મુસાફરીની શરૂઆતનું સ્થળ એટલે રેલવે સ્ટેશન.

રેલવે સ્ટેશન પર એક વેઈટિંગ રૂમ પણ હોય છે, જ્યાં બેસીને લોકો ટ્રેનના આગમનની રાહ જોઈ શકે છે. જ્યારે પણ આપણે કોઈ રેલવે સ્ટેશન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં એક દ્રશ્ય આવીને ઉભુ રહે છે, કે જયાં એક સુંદર સુવિધા સભર રેલવે સ્ટેશન જોવા મળે છે. રેલવેના વહન માટે લોખંં કેટલાય પાટાની હારમાળા જોવા મળે છે. કેટલાય અવનવા ચહેરાઓ આંખની સામે આવી જાય છે જેને આપણે જીવનમાં કયારેય જોયા નથી. પોતાની ચીજવસ્તુઓ વધુ વેચાય તે માટે વિવિધ પ્રકારના અવાજની બૂમો પાડતા ફેરીયાઓ અને સામાન ઉચકવાનું કામ કરતા કુલીઓને કેમ ભુલી શકાય. કદાચ તમે જો રેલવેની મુસાફરી કરી હશે તો તમારા મનમાં પણ બધી વસ્તુઓ ફરવા લાગી હશે ખરૂને.

એક સમય હતો જયારે રેલવે સ્ટેશનો પર એટલી સુવિધા જોવા મળતી ન હતી, પરંતુ હાલમાં મોટાભાગના તમામ રૈલવે સ્ટેશનો વિવિધ આધુનિક સુવિધાઓથી સજજ થઇ ગયા છે. જયાં તમને મુસાફરોના બેસવા માટે વેઇટીંગ રૂમ, પીવાનું પાણી, સંડાસ બાથરૂમ તથા ખાણી-પીણી વસ્તુઓની દુકાનો જોવા મળે છે. અત્યારે તમને મોટા સ્ટેશનો પર દર ૫ મિનિટ પર એકાદ ટ્રે્ન આવતી જોવા મળે છે. નજીકના અંતરે મુસાફરી માટે લોકલ ટ્રેનોે પણ સરળતાથી મળી જાય છે.

Railway Station Essay in Gujarati
Railway Station Essay in Gujarati

રૈલવેમાં મુસાફરી માટેનું ટીકીટ સેન્ટર પર રેલવે સ્શનમાં જ હોય છે. તો વળી કઇ ટ્રેન કયારે આવશે તેની માહિતી માટે પુછપરછનું સેન્ટર પણ હોય છે. જોકે હાલના ડીજીટલ યુગમાં https://indianrailways.gov.in/ સાઇટ પરથી ઓનલાઇન ટીકીટ બુકીંગ તથા કઇ ટ્રેન કેટલે સુધી આવી છે તથા નિયત રેલવે સ્ટેશને કેટલા વાગ્યે પહોચશે એની તમામ માહિતી ઓનલાઇન મળી રહી છે. જેથી લોકોની સુવિધામાં વધારો થયો છે. પહેલાના સમયમાં લોકોને જો ટ્રેેન મોડી હોય તો કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ સમસ્યામાંથી મુકિત મળી ગઇ છે.

રેલવે સ્ટેશન પર ચા-કોફી અને નાસ્તાની દુકાનોની જમાવટ હોય છે. લાંબી મુસાફરીમાં લોકો પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે, એટલે જ દરેક રેલવે સ્ટેશન પર પુસ્તકોની દુકાન પણ અવશ્ય હોય છે. અને ખાસ બાળકોને આકર્ષિત કરવા માટે રમકડાની દુકાન તો ખરી જ.

રેલવે સ્ટેશન માત્ર મુસાફરોને પોતાન નિયત સ્થળે પહોચાડવા માટે ટ્રેનની સુવિધા આપતુ સ્થાન જ નથી. પરંતુ આ રૈલ્વે એક એવુ સ્થળ છે જેના કારણે જ કેટલાય લોકોના ધરે સાંજના ભોજનની વ્યયવસ્થા થાય છે. દેશના હજારો રેલવે સ્ટેશનો લાખો લોકોની રોજગારીનું સાધન છે. ફેરીયા, કુલી, ફળો વેચવાવાળા, ચા-નાસ્તાવાળા જેવા સામાન્ય લોકોનો સહારો છે.

રેલવે સ્ટેશન વિશે માહિતી – રેલવે સ્ટેશન વિશે પાંચ વાક્યો

  • ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને રેલવે સ્ટેશન પરથી ટ્રેન મળે છે.
  • રેલવેમાં મુસાફરી કરવા માટે ફી ચૂકવી ટીકીટ લેવી પડશે.
  • રેલવે સ્ટેશન પર કુલીઓ પણ હાજર હોય છે, જે થોડીક રકમ લઈને તમને સામાન લઈ જવામાં મદદ કરે છે.
  • રેલવે સ્ટેશન પર ટિકિટ સેન્ટર બનાવવામાં આવે છે, જયાંથી ટિકિટ લેવામાં આવે છે.
  • રેલવે સ્ટેશન પર ચા-નાસ્તા તથા ઠંડા પીણાની દુકાનો હોય છે.
  • મોટા શહેરોમાં બે કે ત્રણ રેલવે સ્ટેશન હોય છે.
  • રેલવે સ્ટેશન પર સફાઈ માટે સફાઇ કર્મચારીઓ હોય છે.
  • રેલવે સ્ટેશન પર આકસ્મીક માટે રેલવે પુલીસ તથા રૈલવે કર્મચારીઓ હાજર હોય છે.
  • સાંજના સમયે કેટલાય લોકો રેલવે સ્ટેશન પર ટહેલવા માટે પણ આવે છે.
  • રેલવે સ્ટેશન પર ઘણા પ્લેટફોર્મ છે.

સ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને રેલવે સ્ટેશન નિબંધ (Railway Station Essay in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

Leave a Comment