શિક્ષક દિન નિમિત્તે ભાષણ (વક્તવ્ય)(teachers day speech in gujarati)

teachers day speech in gujarati : સમગ્ર ભારતમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓથી લઈને કોલેજો સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. શાળામાં વક્તૃત્વ સ્પર્ધા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જો તમે ૫ણ શિક્ષક દિવસ વિશે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાના હોય, અથવા શિક્ષક દિન વિશે જાણવા માંગતા હોય તો અમારો આ લેખ અવશ્ય જુઓ.

શિક્ષક દિન નિમિત્તે ભાષણ (વક્તવ્ય) (teachers day speech in gujarati)

જેમ મજબુત પાયો મજબૂત ઈમારતનું નિર્માણ કરે છે, તેવી જ રીતે શિક્ષક વિદ્યાર્થીના પાયાને મજબુત બનાવે છે અને તેના પર ભવિષ્યમાં સફળતાની ઈમારત બનાવવામાં મદદ કરે છે. એક શિક્ષક જ છે જે માણસને સફળતાના શિખરો પર લઈ જાય છે અને જીવનમાં સાચા-ખોટાની કસોટી કેવી રીતે કરવી તે શીખવાડે છે. કહેવાય છે કે બાળકના જીવનમાં તેની માતા પ્રથમ શિક્ષક હોય છે, જે આપણને આ દુનિયાથી વાકેફ કરે છે. બીજી બાજુ, એવા શિક્ષકો છે, જેઓ આપણને દુન્યવી સમજણ આપે છે. જેમ કુંભાર માટીને ઘડાનો આકાર આપે છે, તેવી જ રીતે શિક્ષક વિદ્યાર્થીના જીવનને મૂલ્યવાન બનાવે છે. શિક્ષક સાથેનો આપણો સંબંધ બૌદ્ધિક અને આંશિક છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સમગ્રવિશ્વમાં શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, પરંતુ ભારતમાં તે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે આપણે એક મહિના પહેલા શિક્ષક દિવસ ઉજવીએ છીએ. તમિલનાડુના તિરુતાનીમાં જન્મેલા સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પરિવાર સર્વપલ્લી નામના ગામનો હતો. તેમના પરિવારે ગામ છોડ્યા પછી પણ ગામનું નામ નહોતું છોડ્યું.

સર્વપલ્લી રાધાકૃષ્ણન બાળપણથી જ હોંશિયાર વિદ્યાર્થી હતા અને તેમણે શિષ્યવૃત્તિ દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે વેદાંતના નીતિશાસ્ત્ર પર એક પુસ્તક લખ્યું અને 20 વર્ષની ઉંમરે તેઓ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં ફિલોસોફી વિભાગમાં પ્રોફેસર બન્યા. તેમણે માત્ર ફિલોસોફીની ડિગ્રી લીધી નહોતી લીઘી, પરંતુ લેક્ચરર પણ બન્યા હતા. તેમણે હંમેશા ભારતીય તત્વજ્ઞાનને વૈશ્વિક મંચ પર મૂક્યું.

teachers day speech in gujarati
teachers day speech in gujarati

ડો. રાધાકૃષ્ણન ઈચ્છતા હતા કે તેમનો જન્મદિવસ દેશભરના શિક્ષકોને યાદ કરવા માટે ઉજવવામાં આવે, જેથી શિક્ષકોના યોગદાનને સન્માનિત કરી શકાય. આ જ કારણ છે કે 1962 થી દર વર્ષે આપણે સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે શાળાઓથી લઈને કોલેજો સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. શાળામાં વક્તૃત્વ સ્પર્ધા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ શિક્ષક દિવસના દિવસે વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો તમે આકર્ષક અને પ્રભાવી ભાષણ કઇ રીતે આપી શકો તેના વિશે જાણીએ.

ભાષણ (વક્તવ્ય)ને કેવી રીતે પ્રભાવશાળી બનાવવુ (teachers day speech in gujarati)

જો તમે એવુ ઇચ્છો છો કે વક્તવ્યની શરૂઆત સાથે તાળીઓના ગડગડાટથી તમારો અવાજ બુલંદ થઇ જાય, તો તમે સ્ટેજ પર આવો કે તરત જ કવિતા અથવા શિક્ષક પરના કોઈપણ શક્તિશાળી શાયરીથી ભાષણની શરૂઆત કરો. આ પછી, અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, વિશેષ મહેમાનો અને શ્રોતાઓનું અભિવાદન કરો અને તૈયાર કરેલ વક્તવ્યને લોકો સમક્ષ અદ્ભુત રીતે પૂરા ઉત્સાહ સાથે રજૂ કરો. તમે નીચે આપેલી આ પંક્તિથી ભાષણની શરૂઆત કરી શકો છો.

શબ્દો જડતા નથી કેમ કરીને કરૂ તમારુ વર્ણન
તમારા વના અઘુરા છે મારા અધ્યયન
બસ અસીમ કૃપા અને આશીર્વાદ છે તમારા ગુરૂજી
જેના લીઘે જ કરી રહયો છુ આજ દન સુઘી ઉધ્વગમન

નમસ્કાર, સુપ્રભાત, આદરણીય આચાર્ય સાહેબ, અહીં હાજર રહેલા તમામ વિદ્વાન શિક્ષકો અને મારા સાથી મિત્રોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શિક્ષક દિને મને મારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપવા બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દરેક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું વિશેષ મહત્વ હોય છે. શિક્ષક વિના જીવન સરળ અને સુગમ બનાવવું અશક્ય છે.

ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય.
બલિહારી ગુરુ આ૫કી ગોવિંદ દિયો બતાય

આ પંંકિતમાં કબીરદાસજી કહે છે કે જ્યારે ગુરુ અને ગોવિંદ એટલે કે ભગવાન સ્વયં બંને તમારી સામે ઊભા હોય ત્યારે તમે કોને સૌથી પહેલા નમન કરશો. ગુરુ જ તમને ગોવિંદ એટલે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. એટલે કે ગુરુ સૌથી મહાન છે, એટલે તમારે પહેલા ગુરુને પ્રણામ કરવા જોઈએ.

ગુરુનો દરજ્જો સર્વોચ્ચ છે. ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે. 

teachers day speech in gujarati
teachers day speech in gujarati

દર વર્ષે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.રાધા કૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ એક મહાન દાર્શનિક શિક્ષક હતા. તેમને શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ હતો. તેમણે 40 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપી હતી. તમે ભાગ્યે જ જાણતા હોશો કે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ રહી ચુકયા છે. તેમના જીવનકાળ દરમિયાન, તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી, એક પ્રખ્યાત શિક્ષક, જાણીતા લેખક અને સંચાલક પણ હતા. તેમજ પોતાની પ્રતિભાના આધારે તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા. આટલા ઊંચા હોદ્દા પર હોવા છતાં ડૉ.રાધા કૃષ્ણન સાહેબની સાદગી જોવા જેવી હતી.

રામધારી સિંહ દિનકરે તેમના એક પુસ્તકમાં ડૉ. સાહેબના જીવન સાથે સંબંધિત એક ટુચકાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે રાધા કૃષ્ણન મોસ્કોમાં ભારતના રાજદૂત હતા ત્યારે જોસેફ સ્ટાલિન લાંબા સમય સુધી તેમને મળવા માટે સંમત ન હતા. અંતે બંને મળ્યા ત્યારે ડૉ.રાધા કૃષ્ણન સાહેબે સ્ટાલિનને એક કિસ્સો સંભળાવ્યો અને કહ્યું કે…..

“આમારા દેશમાં એક રાજા હતો, જે ખૂબ જ અત્યાચારી અને ક્રૂર હતો. તેણે ખૂબ રક્તપાત કરાવ્યો, લોહીની નદીઓ વહેવડાવી અને રકતના આધારે પ્રગતિ કરી. પરંતુ એક યુદ્ધમાં તેનો અંતરઆત્મા જાગૃત થયો અને ત્યારથી તેણે શાંતિ અને અહિંસાનો માર્ગ પકડ્યો”. સ્ટાલિન, તમે પણ એ જ રસ્તે કેમ નથી આવી જતા, સ્ટાલિને રાધા કૃષ્ણનની આ વાત સામે વાંધો ઉઠાવ્યો નહીં અને તેઓ હસ્યા. આમ એમની એક મુલાકાતથી જો જોસેફ સ્ટાલિન જેવો ક્રુર અને તાનાશાહ ૫ણ પિગળી જતો હોય તો તેના પરથી તમે તેમની લોકપ્રિયતાનો અંદાજ મેળવી શકો છો.

જીવન આપણને માતા-પિતા પાસેથી મળે છે, પરંતુ તે જીવન કેવી રીતે જીવવું તે શિક્ષક આ૫ણને શિખવે છે. માતા-પિતા પછી સફળતાનો સંપૂર્ણ શ્રેય શિક્ષકોને જાય છે. કારણ કે આ૫ણી મહેનતની સાથે સાથે તેમની મહેનતનું પરિણામ પણ છે. શિક્ષક આપણા જીવનનો તે દીવો છે, જે સ્વયં બળે છે અને આપણી આસપાસ ફેલાયેલા અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાન રૂપી પ્રકાશ ભરે છે.

આપણે આપણા શિક્ષકનો સાથ છોડી શકીએ છીએ, પરંતુ શિક્ષકો ક્યારેય આપણો સાથ છોડતા નથી. હવે હું મારી વાત અહીં પૂરી કરવા માંગુ છું. મને આટલા ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું તમામ શિક્ષકોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

મહત્વ૫ુર્ણ નિબંધ

હું આશા રાખું છું કે તમને શિક્ષક દિન નિમિત્તે ભાષણ (વક્તવ્ય)(teachers day speech in gujarati) લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો

Leave a Comment